Get The App

16ની ઉંમરમાં લગ્ન, 17માં ટ્વિન્સ બાળકોની માતા, 18માં વર્ષે તલાક; જાણીતી એક્ટ્રેસે લીધો સિંગલ રહેવાનો નિર્ણય

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News

16ની ઉંમરમાં લગ્ન, 17માં ટ્વિન્સ બાળકોની માતા, 18માં વર્ષે તલાક; જાણીતી એક્ટ્રેસે લીધો સિંગલ રહેવાનો નિર્ણય 1 - image
Urvashi Dholakia Turns 46: Bigg Boss 6ની વિનર અને 'કસૌટી જિંદગી કી'માં કોમોલિકાના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી ઉર્વશી ધોળકિયા 47 વર્ષની થઈ છે. 9 જુલાઈ 1978ના રોજ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. ઉર્વશીએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જાણો તેના જીવનથી જોડાયેલી ખાસ વાતો...

પંજાબી માતા-ગુજરાતી પિતાની દીકરી

ઉર્વશી ધોળકિયા પંજાબી માતા અને ગુજરાતી પિતાની દીકરી છે. 16 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા હતા અને તે બે બાળકની મા બની હતી. બાળકોનો ઉછેર તેણે સિંગલ મા તરીકે કરી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે લગ્નસંબધ પછી પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી.

16ની ઉંમરમાં લગ્ન, 17માં ટ્વિન્સ બાળકોની માતા, 18માં વર્ષે તલાક; જાણીતી એક્ટ્રેસે લીધો સિંગલ રહેવાનો નિર્ણય 2 - image


સગીર ઉંમરમાં બે બાળકોની માતા બની ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયા તે સમયે 17 વર્ષની હતી, જ્યારે તે જોડિયા બાળક સાગર અને ક્ષિતિજની માતા બની હતી. દુર્ભાગ્યે, એક વર્ષ પછી જ પતિ સાથે તેણે છૂટાછેડા લઇ લીધા હતા. 18ની ઉંમરમાં ડિવોર્સ લઈને ઉર્વશીએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો.

બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કર્યા

ઉર્વશીએ જણાવ્યા મુજબ, છૂટાછેડા બાદ તે અને તેની માતા તેના બાળકની સંભાળ રાખતી હતી. પરંતુ જ્યારે બાળકો 8 વર્ષના થયા, ત્યારે તેણે તેમને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવા પડ્યા. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'એ ખૂબ જ મુશ્કેલ સમય હતો, જ્યારે મારે તેમને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવા પડ્યા હતા. અને એ નિર્ણય પણ મારી માતાનો હતો. તેણે મને કહ્યું હતું કે બાળકોને અશિસ્ત રાખવ કરતા સારું છે કે તેમને હોસ્ટલમાં મૂક, તેમને શિસ્ત જીવન મળશે. હું મારી માતાની વાતથી સહેમત હતી'

બાળકોની યાદમાં દરરોજ રડતી

બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યા બાદ ઉર્વશી દરરોજ રડતી. તેને કહ્યું હતું, 'પહેલાં મને ખૂબ ખરાબ લાગ્યું કે બંને બાળકો અલગ થઈ રહ્યા છીએ. હું દરરોજ રડતી હતી કે બાળકો ઘરે નથી. પરંતુ પછી લાગ્યું કે હું પણ ઘરે નથી. તેથી મારી માતાનો નિર્ણય સ્પષ્ટપણે સફળ રહ્યો.'

બીજીવાર પ્રેમ થયો, પરંતુ લગ્ન કર્યા નહીં  

ઉર્વશીએ 1996માં પતિ સાથે છૂટાછેડા લીધા પછી તેને અભિનેતા-મોડેલ અનુજ સચદેવ સાથે પ્રેમ થયો. પરંતુ ત્રણ વર્ષ સુધી ડેટિંગ બાદ તે બંને અલગ થઈ ગયા, અને ત્યારબાદ એક્ટ્રેસે હંમેશા માટે સિંગલ મધર રહેવાનો નિર્ણય કરી લીધો.

Tags :