Get The App

'અમારા માટે મુશ્કેલ દિવસ હતો...': ચૂંટણીમાં પિતાની હારના આઘાતમાં એક્ટ્રેસ નેહા શર્માએ કરી ભાવુક પોસ્ટ

Updated: Jun 5th, 2024

GS TEAM


Google News
Google News
'અમારા માટે મુશ્કેલ દિવસ હતો...': ચૂંટણીમાં પિતાની હારના આઘાતમાં એક્ટ્રેસ નેહા શર્માએ કરી ભાવુક પોસ્ટ 1 - image


Bhagalpur Election Result 2024: મંગળવારે જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર સમગ્ર દેશની નજર હતી. આ ચૂંટણીમાં કંગના રનૌત અને અરુણ ગોવિલ સહિત અનેક સેલેબ્સ ચૂંટણી મેદાનમાં હતા. બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માના પિતા અજીત શર્મા પણ આ ચૂંટણી લડ્યા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ભાગલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

નેહા શર્માએ પિતાની હાર પર પ્રતિક્રિયા

નેહા શર્માના પિતાને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમને JDU ઉમેદવાર અજય મંડલના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પિતાની હારથી દુ:ખી નેહા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે વાયુવેગે વાયરલ થઈ રહી છે. 

એક્ટ્રેસે શાયરાના અંદાજમાં કરી પોસ્ટ

પિતાની હાર પર એક્ટ્રેસ નેહા શર્માએ શાયરાના અંદાજમાં પોસ્ટ કરી છે. તેણે કેટલીક લાઈનો લખવાની સાથે જ ચાહકોને જણાવ્યું કે, હું અને મારો પરિવાર જીવનના આગામી ચેપ્ટર માટે તૈયાર છીએ. એક્ટ્રેસે લખ્યું કે, અમારા માટે આ મુશ્કેલ દિવસ હતો, પરંતુ અમે સારી રીતે લડ્યા અને હું તે લોકોની આભારી છું જેમણે મારા પિતા પર વિશ્વાસ કર્યો અને તેમને મત આપ્યો. અમે આગામી પડાવ માટે તૈયાર છીએ. તમામ યાદ રાખો કે આપણી જીત ક્યારેય ન હારવામાં નથી, પરંતુ હંમેશા આગળ વધતા રહેવામાં છે.

'અમારા માટે મુશ્કેલ દિવસ હતો...': ચૂંટણીમાં પિતાની હારના આઘાતમાં એક્ટ્રેસ નેહા શર્માએ કરી ભાવુક પોસ્ટ 2 - image

એક્ટ્રેસે આગળ લખ્યું કે, સામને પહાડ હો, સિંહ કી દહાદ હો. તુમ નિડર ડરો નહીં, તુમ નિડર ડટો વહીં. વીર તુમ બઢે ચલો. ધીર તુમ બઢે ચલો. #BhagalpurLoksabha

કેટલા મતોથી હાર્યા અજીત શર્મા

નેહા શર્માએ ભાગલપુર લોકસભા બેઠક પર પોતાના પિતા માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. અજીત શર્માની સામે ઉભા રહેલા JDU ઉમેદવારને 2 લાખ 79 હજાર 323 વોટ મળ્યા હતા. જ્યારે અજીત શર્માને 2 લાખ 13 હજાર 383 વોટ મળ્યા હતા.


Tags :