Get The App

'રડતા રડતા ના પાડી, મજબૂરીમાં ઈન્ટીમેન્ટ સીન કર્યા..' સાઉથની એક્ટ્રેસનું ડિરેક્ટર અંગે ચોંકાવનારું નિવેદન

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
'રડતા રડતા ના પાડી, મજબૂરીમાં ઈન્ટીમેન્ટ સીન કર્યા..' સાઉથની એક્ટ્રેસનું ડિરેક્ટર અંગે ચોંકાવનારું નિવેદન 1 - image
Image Source: Actress Mohini (Facebook)

Actress Mohini On Film Kanmani: તમિલ સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોહિની ફરી એક વાર ચર્ચામાં આવી છે. વર્ષો બાદ તેણે તેની આપવીતી વ્યક્ત કરી છે. તેણે તેની 1994માં રિલીઝ થયેલી ફિલ્મ 'કનમણિ'ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં અમુક ઇન્ટિમેંટ અને સ્વિમસ્યુટ વાળા સીનનું શૂટ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું, તે આ સીનને શૂટ કરવા નહોતી ઈચ્છતી. હવે એક્ટ્રેસે 31 વર્ષ બાદ આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી છે. 

એક્ટ્રેસ મોહિનીએ ફિલ્મ કનમણિને લઈને કર્યો ખુલાસો 

એક્ટ્રેસ મોહિનીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'વર્ષ 1994માં મારી ફિલ્મ 'કનમણિ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ડિરેક્ટર આર.કે. સેલવામાણીએ મારી મંજૂરી વગર એક સ્વિમસૂટ વાળો સીન અને ઇન્ટિમેંટ સીન શૂટ કરવા જણાવ્યું હતું. હું આ સીન કરવા નહોતી ઈચ્છતી, હું રડતી રહી, ત્યારબાદ શૂટિંગ અડધા દિવસ માટે બંધ કરી દેવાયું હતું.' 

'મને મજબૂર કરવામાં અવી'

મોહિનીએ આગળ જણાવ્યું, 'મેં ડિરેક્ટરને સમજાવવાની ઘણી કોશિશ કરી, મેં તેમણે કહ્યું કે મને તરતા પણ આવડતું નથી. અડધા કપડાં પહેરીને હું પુરુષ ટ્રેનર્સની સામે તરવાનું કેવી રીતે શીખી શકું? તે સમયે મહિલા ટ્રેનર પણ નહોતી. શરૂઆતમાં મેં ઘણીવાર ના પાડી. હું રડી પણ તે છતાં તે માન્યા નહીં. એવું લાગી રહ્યું હતું કે તે સીન કરવા પર મારા પણ દબાણ નાખ્યું હોય. છેલ્લે મારે હાર માનવી પડી, કારણકે જો હું આ સીન નહીં કરત તો પ્રોડક્શનને મોટું નુકશાન પહોંચી શકતું હતું, અને મેં આખરે તે સીન શૂટ કર્યું. 

ફરીવાર શૂટ કરવા કહેવામાં આવ્યું 

મોહિનીએ આગળ કહ્યું, 'મેં અડધો દિવસ કામ કર્યું અને તેમના કહેવા મુજબ સીન કર્યો. પછી, જ્યારે ઉટીમાં એ જ સીન શૂટ કરવાની વાત સામે આવી, ત્યારે મેં ચોખ્ખી ના પાડી દીધી. જ્યારે યુનિટે કહ્યું કે શૂટિંગ આગળ વધી શકશે નહીં, ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું કે આ તમારી સમસ્યા છે, મારી નહીં. હું પહેલીવારની જેમ ફરીથી મજબૂરીમાં કામ કરીશ નહીં. આ જ કારણ છે કે 'કનમણી' એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં મેં મારી મરજી વિરુદ્ધ ગ્લેમરસ સીન્સ કર્યા. ક્યારેક સંજોગો વ્યક્તિની મરજી વિરુદ્ધ ઉભા થાય છે, અને આ સીન પણ એવો જ હતો.'


Tags :