- કામ્યાને રાહુલ અને પ્રિયંકા ગાંધીની નેતાગીરીમાં કામ કરવાની ઇચ્છા
મુંબઇ : મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપની હાજરીમાં અભિનેત્રી કામ્યા પંજાબી કોંગ્રેસમાં જોડાઈ ગઈ હતી. 'બનું મૈં તેરી દુલ્હન', 'મર્યાદા', 'શક્તિ : અસ્તિત્વ કે અહસાસ કી' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરીને લોકપ્રિય બનેલી કામ્યાએ કોંગ્રેસ પક્ષમાં જોડાયા પછી કહ્યું હતું કે તે આ પક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની નિગેહબાની હેઠળ કામ કરવા માગે છે. કામ્યાએ ટ્વીટર પર લખ્યું હતું કે મારો આ નવો આરંભ બહુ સરસ રહ્યો. મને પક્ષમાં પ્રેમપૂર્વક આવકાર આપવા માટે હું ભાઈ જગતાપ અને તહસીન પૂનાવાલાની આભારી છું. ઉલ્લેખનીય છે કે કામ્યાએ દૈનિક ધારાવાહિકો ઉપરાંત સલમાન ખાન સંચાલિત વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ'માં પણ વર્ષ ૨૦૧૩માં ભાગ લીધો હતો.


