Get The App

ચોરીછૂપે લગ્નના ચાર જ મહિનામાં છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી, પતિએ લગાવ્યો અફેરનો આરોપ

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
ચોરીછૂપે લગ્નના ચાર જ મહિનામાં છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી, પતિએ લગાવ્યો અફેરનો આરોપ 1 - image


Aditi Sharma And Samarthya Gupta Ronmantic Photos Viral: ટીવીની ચર્ચિત એક્ટ્રેસ અદિતિ શર્મા પોતાના સીક્રેટ લગ્ન અને ડિવોર્સને લઈને ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કો-એક્ટર સાથે વધતી નિકટતાના કારણે એક્ટ્રેસ પોતાના પતિથી અલગ થઈ રહી છે. હવે આ વચ્ચે કો-એક્ટર સાથે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

પતિએ લગાવ્યો અફેરનો આરોપ

ટીવી શો 'યે જાદુ હૈ જિન્ન કા' ફેસ એક્ટ્રેસ અદિતિ શર્માની લાઈફમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. એક્ટ્રેસના 4 મહિના પહેલા સીક્રેટ લગ્ન અને છૂટાછેડાની ખબર આગની જેમ ફેલાઈ રહી છે. અહેવાલ પ્રમાણે અદિતિના પતિ અભિનીત કૌશિકે થોડા સમય પહેલા જ તેને કો-એક્ટર સાથે રંગે હાથ પકડી પાડી હતી. ત્યારબાદ બંને વચ્ચે દરાર આવી ગઈ. બીજી તરફ હવે અદિતિ અને તેના કો-એક્ટરની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

કો-એક્ટર સમર્થ ગુપ્તા સાથે અદિતિ શર્માનું બોન્ડિંગ ખૂબ સારું

તમને જણાવી દઈએ કે, તસવીરમાં અદિતિ શર્મા સાથે દેખાઈ રહેલ આ શખ્સનું નામ સમર્થ ગુપ્તા છે. સમર્થ અને અદિતિ હાલમાં અપોલિના નામના શો માં કામ કરી રહ્યા છે. આ તસવીર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કો-એક્ટર સમર્થ ગુપ્તા સાથે અદિતિ શર્માનું બોન્ડિંગ ખૂબ સારું છે. તમને જણાવી દઈએ કે, આ તસવીરો તેમના ટીવી શો ના સેટ પરથી જ લેવામાં આવી છે. 

અપોલિના શો માં અદિતિ અને સમર્થની કેમેસ્ટ્રી ખૂબ સારી છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસ્દ કરી રહ્યા છે. અદિતિ શર્મા અને સમર્થ ગુપ્તા શૂટિંગની વચ્ચે આવી જ મસ્તીનો સમય વિતાવે છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને સમર્થની આવી અનેક તસવીરો શેર કરી છે.

અદિતિ શર્માના પતિએ તેને રંગે હાથ પકડી

એક રિપોર્ટસમાં આ વાત સામે આવી છે કે, અદિતિ શર્માના પતિ અભિનીત કૌશિકે પોતાના લીગલ કન્સલ્ટન્ટને એ વાત સ્પષ્ટ કહી છે કે, મેં મારી પત્નીને તેના કો-એક્ટર સાથે રંગે હાથ પકડી છે. 

અનેક લોકોના મનમાં સૌથી પહેલા તો એ જ સવાલ આવે છે કે, આખરે અદિતિ શર્માએ પોતાના લગ્નનની વાત કેમ છુપાવી? એક્ટ્રેસના પતિએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, પોતાના કરિયરમાં કોઈ પરેશાની નહોતી લાવવા માગતી તેથી તેણે ચોરીછૂપે લગ્ન કર્યા હતા. 

નવેમ્બર 2024માં થયા હતા લગ્ન

રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં જોવા મળેલી એક્ટ્રેસ અદિતિ શર્માના લગ્ન નવેમ્બર 2024માં થયા હતા. અદિતિ-અભિનીતે ગોરેગાંવ સ્થિત પોતાના ઘરમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારજનો ત્યાં હાજર હતા. હવે લગ્નના 4 મહિનામાં અદિતિના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. 

અભિનીત કૌશિકે એ પણ જણાવ્યું કે, જ્યારે અદિતિને રંગે હાથ પકડી હતી ત્યારે એક્ટ્રેસે કહ્યું હતું કે, આપણા લગ્ન લીગલ નથી એને તે માત્ર એક મોક ટ્રાયલ હતું. આ સાથે જ અભિનીતે એ પણ જણાવ્યું કે, અદિતિએ મારી પાસેથી એલેમની તરીકે 25 લાખ રૂપિયાની માગ કરી હતી. 

Tags :