Get The App

'મને બિલકુલ અફસોસ નથી'... અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન અને બાળકના નિર્ણય વિશે કર્યો ખુલાસો

Updated: Jan 2nd, 2023

GS TEAM

Google News
Google News
'મને બિલકુલ અફસોસ નથી'... અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન અને બાળકના નિર્ણય વિશે કર્યો ખુલાસો 1 - image


મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2023 સોમવાર

વર્ષ 2022 આલિયા ભટ્ટ માટે કોઈક ફિલ્મી કહાની જેવુ રહ્યુ. આ વર્ષે આલિયાનું જીવ સમગ્રરીતે બદલાઈ ગયુ. ગયા વર્ષે આલિયાએ લગ્ન કર્યા. આ વર્ષે આલિયા ભટ્ટ માતા પણ બની ગઈ. આ વર્ષે આલિયાએ પોતાના કરિયરની સૌથી સફળ ફિલ્મ પણ કરી છે. આલિયા ભટ્ટના જીવનમાં તેમની પુત્રી ગુડ લકની જેમ આવી છે.

'મને બિલકુલ અફસોસ નથી'... અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન અને બાળકના નિર્ણય વિશે કર્યો ખુલાસો 2 - image

આલિયા ભટ્ટે કરિયરના પીક પર લગ્ન અને પુત્રી થવાને લઈને નિવેદન આપ્યુ છે. આલિયા ભટ્ટે તાજેતરમાં જ કહ્યુ કે તેને પોતાના કરિયરના પીક પર માતા બનવાનો જરા પણ અફસોસ નથી. હું હંમેશા ભગવાનની આભારી રહીશ. હું હંમેશાથી પોતાના તમામ નિર્ણય દિલથી લઉં છુ. હું ભવિષ્યમાં પણ આવુ જ કરીશ. 

'મને બિલકુલ અફસોસ નથી'... અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન અને બાળકના નિર્ણય વિશે કર્યો ખુલાસો 3 - image

આલિયા ભટ્ટે કહ્યુ કે વર્ષ 2022 મારા જીવનનું અત્યાર સુધીનું સૌથી સુંદર વર્ષ રહ્યુ છે. જીવનમાં કંઈ પણ યોગ્ય કે અયોગ્ય હોતુ નથી. હું ક્યારેય પણ જીવનને પ્લાન કરીને આગળ વધતી નથી. હું હંમેશા પોતાના નિર્ણયોમાં દિલનું સાંભળુ છુ. મે પોતાના કરિયરના પીક પર લગ્ન અને બાળક કરવાનો નિર્ણય લીધો હતો.

'મને બિલકુલ અફસોસ નથી'... અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન અને બાળકના નિર્ણય વિશે કર્યો ખુલાસો 4 - image

પરંતુ એવુ નથી કે આ બધુ કરવાથી કરિયર ખતમ થઈ જાય છે. જો એવુ થશે તો પણ મને કંઈ જ ચિંતા નથી. મને ક્યારેય મારી પુત્રીને લઈને અફસોસ નથી. આજ સુધીમાં આટલી વધારે ખુશ હુ ક્યારેય રહી નથી. એક માતા બનવાનો અહેસાસ ખૂબ જ અનોખો હોય છે અને જો હુ મહેનત કરીશ તો મારા કરિયરમાં સફળતા મેળવીશ. 

Tags :