અભિનેતા - ટેકનિશિયનોને ફી ઘટાડવા મલયાલમ ફિલ્મ નિર્માતાઓની અપીલ
- લોકડાઉનના કારણે નુકસાની થતા ફીમાં 50 ટકા ઘટાડો એવી વિનંતી કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના વાયરસના પ્રકોપને કારણે લોકડાઉન લાગુ થતાં જ સિનેમાજગતના વ્યવસાય પર અવળી અસર પડી છે. એવામાં જો એકટર્સો પોતાની ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરે તો નિર્માતાઓને નુકસાન નહીં ઉઠાવવું પડે તેવી વિનંતી મલયાલમ ફિલ્મના નિર્માતાઓએ એકટર્સોને કરી છે.
મલયાલમ ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિએશને જણાવ્યું હતુ ંકે, મોટા ભાગના નિર્માતાઓ હાલ મોટી નુકસાની ભોગવી રહ્યા છે. એવામાંથી બહાર લાવવા માટે તેમને અભિનેતાઓ અને ટેકનિશિયનોે મદદ કરી શકે એમ છે. એસોશિયેશને એકટર્સો અને ટેકનિશિયનોને પોત-પોતાના મહેનતાણાં ૫૦ ટકા ઘટાડો કરવાની વિનંતી કરી છે.
નિર્માતાઓને આશા છે કે, તેમની અપીલ એકટર્સો અને ટેકનિશિયનો જરૂર માનશે.ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર મોહનલાલ, પૃથ્વીરાજ સુકુમારન, મમૂટી અને દિલીપ જેવા અભિનેતાઓ અધધધ ફી લે છે. આ સ્ટાર્સની ફિલ્મો બોક્સઓફિસ પર ધૂમ મચાવતી હોય છે. આ સ્ટાર્સની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જ્યારે થોડીનું કામ અટકી ગયું છે.
લોકડાઉનના કારણે ૨૪માર્છથી ૩ મે સુધીનું કામકાજ સ્થગિત થઇ ગયું હોવાથી ફિલ્મો અને ટચૂકડા પડદાના શૂટિંગ અટકી પડયા છે.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુ આર્થિક ફટકો લાગવાની ચર્ચા છે.