એક્ટર પત્નીને ડરાવવા માટે કરી રહ્યો હતો પ્રેન્ક: રાજેશ ધ્રુવ
નવી દિલ્હી,તા. 25 એપ્રિલ 2023,મંગળવાર
કન્નડ અભિનેતા સંપત જે રામનું 22 એપ્રિલે નિધન થયું હતું. તેમનો મૃતદેહ કર્ણાટકના નેલમંગલામાં પોતાના ઘરે લટકતો મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સંપત જે રામે આત્મહત્યા કરી લીધી છે. સંપત જે રામના અવસાનથી કન્નડ મનોરંજન ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે માત્ર 35 વર્ષની ઉંમરમાં તેણે આ દુનિયા છોડી દીધી છે. પરંતુ હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
સંપત
જે રામના નજીકના મિત્ર અને કો-સ્ટાર રાજેશ ધ્રુવે હવે એક એવો ખુલાસો કરતા એક પોસ્ટ
શેર કરી છે. રાજેશે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વિડીયો શેર કરતા
કહ્યું કે, સંપતનો તેની પત્ની સાથે રાત્રે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ પછી,
તે ફક્ત તેની પત્નીને
ડરાવવા માટે ફાંસીની ટીખળ કરતો હતો, પરંતુ કમનસીબે તે દરમિયાન તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
એક્ટર સંપત જે રામે રાજેશ ધ્રુવ સાથે ટીવી સીરિયલ અગ્નિસાક્ષીથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય બંને સ્ટાર્સે ફિલ્મ શ્રી બાલાજી ફોટો સ્ટુડિયોમાં સાથે કામ કર્યું છે.