Get The App

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને અંતિમ વિદાય આપતાં ભાંગી પડી પત્ની, VIDEO ભાવુક કરી દેશે

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને અંતિમ વિદાય આપતાં ભાંગી પડી પત્ની, VIDEO  ભાવુક કરી દેશે 1 - image

Manoj Kumar Last Rites: બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું શુક્રવારે (ચોથી એપ્રિલ) 87 વર્ષીની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું હતું. ત્યારે આજે (પાંચમી એપ્રિલ) તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને રાજકીય સન્માન સાથે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ મુંબઈના પવનહંસ સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરાયા હતા. આ દરમિયાન ફિલ્મ જગતની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


મનોજ કુમારના મૃતદેહને ગળે લગાવીને તેમની પત્ની રડી પડી

મનોજ કુમારના અંતિમ સંસ્કાર પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં અભિનેતાની પત્ની શશી ગોસ્વામી તેના પતિના મૃતદેહને ગળે લગાવીને રડતી જોવા મળે છે.


દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પાંચ તત્વોમાં ભળી ગયા છે. મુંબઈના પવહંસ સ્મશાનગૃહમાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. તમને જણાવી દઈએ કે ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું ચોથી એપ્રિલના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે નિધન થયું હતું. અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા અને રાજપાલ યાદવ સહિત ઘણા કલાકારોએ અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને તેમને અંતિમ વિદાય આપી હતી.

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને અંતિમ વિદાય આપતાં ભાંગી પડી પત્ની, VIDEO  ભાવુક કરી દેશે 2 - image


અમિતાભ બચ્ચન શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈના પવનહંસ સ્મશાનગૃહ પહોંચ્યા હતા.

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને અંતિમ વિદાય આપતાં ભાંગી પડી પત્ની, VIDEO  ભાવુક કરી દેશે 3 - image

કઇ કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું 

મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને અંતિમ વિદાય આપતાં ભાંગી પડી પત્ની, VIDEO  ભાવુક કરી દેશે 4 - image