Get The App

મનોજ કુમારનું નિધન: પહેલી ફિલ્મમાં ભજવ્યું હતું ભિખારીનું પાત્ર, પછી 'દેશભક્ત' બની ઉભર્યા

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
મનોજ કુમારનું નિધન: પહેલી ફિલ્મમાં ભજવ્યું હતું ભિખારીનું પાત્ર, પછી 'દેશભક્ત' બની ઉભર્યા 1 - image

Manoj Kumar Journey: ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા તેમનું શુક્રવારે નિધન થઇ ગયું છે. તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા. મનોજ કુમારની ફિલ્મો લોકોને હમેશા યાદ રહેશે. નિર્માતા-નિર્દેશક અને અભિનેતા મનોજ કુમાર ફિલ્મ જગતના બહુ મોટા સ્ટાર હતા. તેમને પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. તેઓ દેશભક્તિની ફિલ્મોથી વધારે ફેમસ હતા. જોકે તેમની પહેલી ફિલ્મમાં તેમણે એક ભિખારીનું પાત્ર ભજવ્યું હતું. લાંબા સમયના સંઘર્ષ બાદ તેઓ એક મોટા સ્ટાર બન્યા હતા અને વર્ષો સુધી સિનેમાજગતમાં છવાયેલા રહ્યા હતા.

19 વર્ષની ઉંમરે જ ફિલ્મમાં એન્ટ્રી

મનોજ કુમારની પહેલી ફિલ્મ 'ફેશન' 1957માં આવી હતી. ખાસ વાત એ છે કે ત્યારે તેમની ઉમર ફક્ત 19 વર્ષ જ હતી. તેમણે 19 વર્ષની ઉમરમાં 90 વર્ષના ભિખારીનું પાત્ર ભજવ્યું હતું. 9 ઓક્ટોબર 1956એ ફિલ્મોમાં હીરો બનવા મુંબઈ આવ્યા હતા. ફેશન પછી તેમણે ઘણી ફિલ્મો કરી, પણ મહેનત કરવા અને કળા હોવા છતાં પણ તે લોકો વચ્ચે એટલા જાણીતા બની શક્યાં ન હતા. તેમનો શરૂઆતી સ્ટ્રગલ ફેઝ ખુબ મુશ્કેલ રહ્યો હતો. મીના કુમારી જેવી મોટી એક્ટ્રેસીસ સાથે તેમણે નાના રોલ્ઝ જ મળતા અને તે હજી ફિલ્મ જગતમાં એટલા જાણીતા ન હતા.

ફિલ્મી કરિયરમાં અભિનયથી લોકોના દિલ જીત્યાં

મનોજ કુમારનો ફિલ્મી દૌર 1961માં શરુ થયો હતો, જ્યારે તેમણે ફિલ્મ 'કાંચ કી ગુડિયા' જેમાં તેમને મુખ્ય ભૂમિકા કરવાનો અવસર મળ્યો હતો. ત્યારબાદ ફિલ્મી જગતમાં મનોજ કુમાર એક જાણીતો ચહેરો બની ગયા. 1962માં વિજય ભટ્ટની ફિલ્મ 'હરિયાલી ઔર રાસ્તા'માં  મનોજ કુમાર માલા સિન્હા સાથે મુખ્ય ભૂમિકામાં હતા. તેમની ફિલ્મોની ખાસિયત હતી કે લોકો સરળતાથી `રીલેટેબ્લ ફિલ કરી શકતા હતા.

મોટી સફળતા કઈ ફિલ્મથી મળી હતી?

'કાંચ કી ગુડિયા' ફિલ્મ પછી તે ઘણી ફિલ્મોમાં દેખાયા. 'પિયા મિલન કી આસ', 'સુહાગ', 'સિંદુર' ,'રેશમી રૂમાલ' તેમની આ ફિલ્મ્સ દર્શકોને ખુબ પસંદ આવી હતી અને આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પણ પર સારું પ્રદર્શન કર્યું હતું. લીડ રોલમાં તેમની પહેલી મોટી સફળતા રાજ ખોસલાની ફિલ્મ 'વો કોન થી?' થી મળી હતી. આ ફિલ્મના ગીતો લોકો વચ્ચે ખુબ પ્રખ્યાત થયા હતા, જેમાં 'લગ જા ગલે' અને 'નેના બરસે રીમઝિમ' જેવા ગીતો હતા. બંને ગીતો લતા મંગેશકરે ગાયા હતા.

પહેલી દેશભક્તિ વાળી ફિલ્મ કઈ હતી?

તેમની પહેલી દેશભક્તિ વાળી ફિલ્મ 'શહીદ' હતી. જે સ્વતંત્રતા સેનાની ભગત સિંહના જીવન પર આધારિત હતી. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મના વખાણ દર્શકો સાથે તે વખતના પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીએ પણ કર્યા હતા. તેના પછી 'હિમાલય કી ગોદ મેં' અને 'ગુમનામ' જેવી ફિલ્મો મનોજ કુમારે કરી હતી. 'સાવન કી ઘટા' ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી શર્મિલા ટાગોર સાથે ખુબ પસંદ કરવામાં આવી હતી. 

મનોજ કુમારનો અભિનય લોકો ક્યારે પણ ભૂલી નહીં શકે

આ ફિલ્મોના અલાવા 'નીલ કમલ' , 'અનીતા' , 'આદમી' , 'રોટી, કપડા ઔર મકાન', જેવી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યુ હતું. રોમેન્ટીક ડ્રામાં અને સામાજિક મુદાઓ પર ફિલ્મ કર્યા બાદ મનોજ કુમાર 'ક્રાંતિ', 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ' જેવી દેશભક્તિની ફિલ્મો તરફ પાછા ફર્યા હતા. આ ફિલ્મોમાં તે ભારતની વાર્તા, સંસ્કૃતિ તથા પરંપરાને ખુબ સરસ રીતે દેખાડવામાં સફળ થયા હતા. પરિણામ રૂપે  રહ્યો કે આ ફિલ્મો દેશ સાથ વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 1971 માં બલિદાન અને બેઈમાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને એજ વર્ષમાં શોર ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યુ હતું.