બે બાળકોના પિતા એક્ટરે કર્યા બીજા લગ્ન, છ મહિનાથી ગર્ભવતી છે નવી દુલ્હન, ચાહકો ચોંક્યા
Image Source: Twitter
South Actor Madhampatti Rangaraj Second Marriage: સાઉથના અભિનેતા, શેફ અને એન્ટરપ્રન્યોર માધમપટ્ટી રંગરાજે ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. તેણે ગુપચુપ બીજા લગ્ન કરી લીધા છે. માધમપટ્ટીએ સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જૉય ક્રિઝિલ્ડા સાથે લગ્ન કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, લગ્ન રીવિલ કર્યાના થોડા જ કલાકો બાદ આ કપલે પ્રેગનેન્સી અનાઉન્સ કરી છે.
જૉયએ ટેમ્પલ વેડિંગ કન્ફર્મ કરી
રવિવારે જૉયએ ટેમ્પલ વેડિંગ કન્ફર્મ કરી હતી. તેણે પતિ સાથે ફોટો શેર કરીને લખ્યું હતું કે, મિસ્ટર એન્ડ મિસિસ રંગરાજ. હવે તેના થોડા જ કલાકો બાદ જૉયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટો પોસ્ટ કરીને લખ્યું બેબી લોડિંગ 2025. અમે પ્રેગનેટ છીએ. પ્રેગનેન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે.
ચાહકો ચોંક્યા
ફોટોમાં જૉયનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક્ટરના ગુપચુપ લગ્ન અને પ્રેગનેન્સીના સમાચારે ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે. થોડા સમય પહેલા જ માધમપટ્ટીની પહેલી પત્ની શ્રુતિ રંગરાજે પતિ સાથે છૂટાછેડાની ખબર ઉપર રિએક્ટ કર્યું હતું. તેણે પતિ અને બે બાળકો સાથે ફેમિલી ફોટો શેર કરીને જણાવ્યું હતું કે અમે સાથે જ છીએ.
બીજી તરફ શ્રુતિનો દાવો છે કે હજુ પણ હું માધમપટ્ટી સાથે જ છું અને અમારા છૂટાછેડા નથી થયા. તેણે પોતાના ઈન્સ્ટા બાયોમાં ખુદને માધમપટ્ટીની પત્ની જણાવી છે.
આ પણ વાંચો: કોણ છે એન.જગદીશન જેની ટીમ ઈન્ડિયામાં થઇ એન્ટ્રી, વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે
કિચનથી સ્ક્રીન સુધીની જર્ની શાનદાર રહી
માધમ પટ્ટી ફિલ્મ મહેંદી સર્કસ ઉપરાંત ટીવી શો કુકુ વિથ કોમાલીમાં કામ કરી ફેમસ થયો હતો. તે એક્ટર બન્યો તે પહેલા એક ફેમસ શેફ હતો. તેની બેંગ્લુરુમાં પોતાની એક રેસ્ટોરન્ટ પણ છે. અનેક લગ્નમાં તે પોતાનું કેટરિંગ સર્વિસ આપી ચૂક્યો છે. કિચનથી સ્ક્રીન સુધીની તેની જર્ની શાનદાર રહી છે.