પરિવાર માટે 321 કરોડની સંપત્તિ છોડી ગયા છે ઈરફાન ખાન
મુંબઈ, તા.2 મે 2020, શનિવાર
બેજોડ અભિનેતા ઈરફાન ખાન ના મોતથી ચાહકો હજી પણ આઘાતમાં છે. ઈરફાન ખાન પોતાની પાછળ પત્ની સૂતાપા અને બે પુત્રો અયાન અને બબિલને છોડી ગયા છે.
જેઓ હવે ઈરફાનની 321 કરોડ રુપિયાની સંપત્તિના વારસદાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરફાનની એક્ટિંગની જેમ જેમ બોલબાલા વધી હતી તેમ તેમ તેમની ફી પણ વધતી ગઈ હતી.ઈરફાન એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 15 કરોડ રુપિયા ફી લેતા હતા. જ્યારે જાહેરાતમાં કામ કરવા માટે ચાર થી પાંચ કરોડ રુપિયા ચાર્જ કરતા હતા.
ઈરફાન પાસે મુંબઈમાં એક મકાન તેમજ જુહુ વિસ્તારમાં એક ફ્લેટ પણ છે. આ સિવાય તે સંખ્યાબંધ લક્ઝરી કાર્સના માલિક પણ છે. 110 કરોડ રુપિયાનુ તેમણે ઈન્વેસ્ટમેન્ટ કરેલુ છે. તેમની કારની કિંમત 4 થી 5 કરોડ રુપિયા છે.
54 વર્ષીય ઈરફાન ખાન બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા અને તેમનુ નિધન થયા બાદ પરિવારે તેમની યાદમાં એક લાગણીશીલ પોસ્ટ પણ ગઈકાલે શેર કરી હતી.