Get The App

'હું એ ક્ષણનો સાક્ષી બનીશ...' પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતા તારક મહેતાના આ કલાકારે વ્યક્ત કરી ખુશી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા અને લેખક શૈલેષ લોઢા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મળ્યું આમંત્રણ

તેઓ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે

Updated: Jan 18th, 2024

GS TEAM

Google News
Google News
'હું એ ક્ષણનો સાક્ષી બનીશ...' પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતા તારક મહેતાના આ કલાકારે વ્યક્ત કરી ખુશી 1 - image


Ram Mandir Pran Pratishtha Invitation: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં દેશભરના દરેક ક્ષેત્રના દિગજ્જોને આ ઐતિહાસિક આયોજનનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેના બોલિવુડ, સાઉથના સ્ટાર્સથી લઈને ટેલીવીઝન જગતની હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ લિસ્ટમાં હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા અને લેખક શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. તેમને પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ મળ્યું છે. 

અભિનેતાએ આપી આમંત્રણની જાણકારી 

અભિનેતાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આમંત્રણ સ્વીકારતા તેની એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'ભગવાન આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે! જયારે શ્રી અયોધ્યાજીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભ અવસર હશે...આજે મને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળતાં અપાર આનંદની લાગણી થાય છે. શ્રી શ્યામ મનોહર જી અને શ્રી મહેન્દ્ર દવેજીનો આભાર.'

'હું એ ક્ષણનો સાક્ષી બનીશ...' પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતા તારક મહેતાના આ કલાકારે વ્યક્ત કરી ખુશી 2 - image


Tags :