વાણીની ફવાદ સાથેની અબીર ગુલાલ ભારત સિવાય વિશ્વભરમાં રજૂ થશે
- ભારતમાં પાક કલાકારો પરનો પ્રતિબંધ નડશે
- વધુ રાહ જોયા વિના દિલજીત દોસાંજની સરદારજી થ્રી જેમ રીલિઝ કરી દેવા નિર્ણય
મુંબઈ: વાણી કપૂરની પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથેની ફિલ્મ 'અબીર ગુલાલ' આ મહિનાના અંતે ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં રીલિઝ કરી દેવાશે.
આ ફિલ્મ ભારતમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ પણ થઈ ચૂક્યું હતું. તે માટે પ્રમોશન કેમ્પેઈન પણ નક્કી થઈ ગયું હતું. પરંતુ, પહલગામ એટેક બાદ ભારતમાં ફરી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લદાતાં આ ફિલ્મનું ભાવિ અનિશ્ચિત બની ગયું હતું.
હવે ફિલ્મના મેકર્સ દ્વારા વધુ રાહ જોયા વિના વિશ્વભરમાં ફિલ્મ રીલિઝ કરી દેવાનું નક્કી થયું છે. અગાઉ દિલજીત દોસાંજની ફિલ્મ 'સરદારજી થ્રી' બાબતે પણ આવો જ વિવાદ થયો હતો. આ ફિલ્મમાં પાકિસ્તાનની હિરોઈન હાનિયા અમીર કામ કરી રહી હોવાથી વિરોધ વંટોલ જાગ્યો હતો. જોકે, દિલજીતે સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ પહલગામ એટેક અગાઉ જ બની ચૂકી હતી.
જોકે, તેમ છતાં પણ આ ફિલ્મ ભારતમાં રીલિઝ થઈ શકી ન હતી પરંતુ વિશ્વના અન્ય દેશોમાં તે રજૂ કરી દેવાઈ હતી.