Get The App

અલીબાબા સિરિયલમાં શીઝાન ખાનને બદલે અભિષેક નિગમ

Updated: Dec 31st, 2022

GS TEAM

Google News
Google News
અલીબાબા સિરિયલમાં શીઝાન ખાનને બદલે અભિષેક નિગમ 1 - image

- શો બંધ થવા અંગે પણ અટકળો

- તુનિષાના આપઘાત તથા શીઝાનની ધરપકડને લીધે શૂટિંગ શિડયૂલ અસ્તવ્યસ્ત

મુંબઇ : અલીબાબા દાસ્તાન એ કાબુલ સિરિયલના સેટ પર તુનિષા શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તથા આ કેસમાં શીઝાન ખાનની ધરપકડ થઈ જતાં હવે કાસ્ટમાં ફેરફાર થયો છે. શીઝાનની ભૂમિકા અભિષેક નિગમને સોંપવામાં આવી છે. 

તુનિષાના પ્રેમી અને સીરિયલના મુખ્ય કલાકાર સેઝાન ખાન હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ થઇ રહી છે તેવામાં શો મસ્ટ ગો ઓન જેવી સ્થિતિમાં સેઝાન ખાનના સ્થાને અભિષેક નિગમને ગોઠવી દેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, તુનિષાના નિધન પછી આ શો પર વિપરીત અસર જોવા મળી રહી હતી. તુનિષાના અભિનયને દર્શકો પસંદ કરતા હતા. તેવામાં તેના નિધનથી શોની ટીઆરપીમાં ફરક પડી ગયો છે. 

એક વાત એવી પણ છે કે, શોના સર્જક આ શોને થોડા દિવસો માટે બંધ કરે તેવી પણ શક્યતા છે. શોની બીજી સીઝન માટે નવા ચહેરાઓની શોધ થઇ રહી છે.