Get The App

...અને અભિષેક બચ્ચને હેર સ્ટાઈલિસ્ટને પગમાં ગોળી મારી દીધી, 10 દિવસ દર્દથી કણસતો રહ્યો

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
...અને અભિષેક બચ્ચને હેર સ્ટાઈલિસ્ટને પગમાં ગોળી મારી દીધી, 10 દિવસ દર્દથી કણસતો રહ્યો 1 - image

Abhishek Bachchan Shot Hairdresser Aalim Hakim In Leg: હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમ બોલિવૂડ સેલેબ્સ વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. તેણે અનેક ફિલ્મોમાં હેર સ્ટાઈલિસ્ટ તરીક કામ કર્યું છે. આ સાથે જ તે રણબીર કપૂરથી લઈને વિરાટ કોહલી અને એમ.એસ. ધોનીના હેર કટિંગ કરી ચૂક્યો છે. આલિમ હકીમે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'ફિલ્મ 'દસ'ના શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચને મને પગમાં ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ મને ચાલવામાં મુશ્કેલી પડી હતી.' 

અભિષેક બચ્ચને હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમને પગમાં ગોળી મારી દીધી હતી

ઈન્ટરવ્યુમાં આલિમે જણાવ્યું કે, અભિષેકે મને કહ્યું હતું કે ‘જો તેં કોઈ ગડબડ કરી તો હું તને ગોળી મારી દઈશ અને અંતે એક પ્રોપ ગનથી તેણે મને ગોળી પણ મારી દીધી હતી. કેનેડામાં હું 'દસ'ના સેટ પર બધાની હેરસ્ટાઈલ કરતો હતો. કોઈ કારણસર અનુભવ સિન્હાના તમામ આસિસ્ટન્ટ બીમાર પડી ગયા. તેણે મને રિપ્લેસમેન્ટ તરીકે રાખ્યો હતો. અભિષેક બચ્ચન એક આસિસ્ટન્ટ બની ગયો હતો અને હું તેનો આસિસ્ટન્ટ હતો. મેં 5 દિવસ કામ કર્યું હતું. હું હેરસ્ટાઈલ કરતો હતો અને સતત શૂટ થતા શોટ પર પણ ધ્યાન આપતો હતો.’

અભિષેકે મને કહ્યું હતું કે, ‘આલિમ જો તેં હેરસ્ટાઈલ કરતી વખતે કન્ટિન્યૂઇટી મિસ કરી તો હું તારા પગમાં ગોળી મારી દઈશ. અને એક દિવસ ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ. તેની પાસે તે પ્રોપ ગન પણ હતી.'

આ પણ વાંચો: 'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ બગડ્યો, જાણો મામલો

હું 10 દિવસ દર્દમાં કણસતો રહ્યો

આલિમે આગળ જણાવ્યું કે, ‘અભિષેકે મજાકમાં પ્રોપ ગનથી મારા પગમાં ગોળી મારી દીધી હતી, ત્યારબાદ મને ખૂબ જ દર્દ થયું અને હું 10 દિવસ સુધી દર્દમાં કણસતો રહ્યો. હું ચાલી પણ નહોતો શકતો. જો કે, આજે પણ તેની સાથે મારે સારી મિત્રતા છે.’