અભિષેક બચ્ચન અને રેખા જાહેરમાં પ્રેમથી ગળે મળ્યાં
- હસી હસીને લાંબા સમય સુધી વાતો કરી
- સોશિયલ મીડિયા પર જાતભાતની કોમેન્ટ, અભિષેકની મેનર્સની પ્રશંસા
મુંબઇ : મુંબઈમાં તાજેતરમાં એક એવોર્ડ સમારંભમાં અભિષેક બચ્ચન અને રેખા સામસામે આવી ગયાં હતાં. બંને એકબીજાને ઉમળકાભેર ગળે મળ્યાં હતાં. તે પછી બંનેએ હસી હસીને લાંબા સમય સુધી વાતચીત કરી હતી. અભિષેક અને રેખાના આ મિલનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સંખ્યાબંધ લોકોએ આ વીડિયો પર જાતભાતની કોેમેન્ટ કરી છે. કેટલાક લોકોને અભિષેક રેખાને હગ આપે છે તે પસંદ આવ્યું ન હતું. જોકે, મોટાભાગના લોકોએ અભિષેકની મેનર્સની પ્રશંસા કરી હતી.
રેખા અગાઉ પણ બચ્ચન પરિવારના અન્ય સભ્યોને પણ જાહેરમાં પ્રેમપૂર્વક મળતી રહી છે. થોડા સમય પહેલાં તેના અને ઐશ્વર્યાનો પણ આ રીતે જ ઉમળકાભેર મળતો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ એવોર્ડ સમારંભમાં રેખા ઉપરાંત મુમતાઝ, ઉર્મિલા માંતોડકર, અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ખુશી કપૂર, ફરહાન અખ્તર, સોનમ કપૂર અન ેદીયા મિર્ઝા સહિત અન્ય હસ્તીઓ પણ સામેલ હતી.