Get The App

આશિકી થ્રી' પડતી મૂકવા નિર્માતાની ચિમકી

Updated: Nov 5th, 2023

GS TEAM

Google News
Google News
આશિકી થ્રી' પડતી મૂકવા નિર્માતાની ચિમકી 1 - image


મુંબઈ: ફિલ્મ સર્જક મુકેશ ભટ્ટે 'આશિકી થ્રી' ફિલ્મ પડતી મૂકવાની ચિમકી આપી દીધી છે. તેમણે જણાવ્યું છે કે જો પોતાને એમ લાગશે કે બહુ સારું મ્યૂઝિક બનતું નથી તો પોતે આ ફિલ્મ આગળ જ નહીં વધારે. 

પહેલીવાર બનેલી રાહુલ રોય અને અનુ અગ્રવાલની 'આશિકી' તથા બીજીવાર બનેલી આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની 'આશિકી ટૂ' બંનેમાં સુપરડૂપર હિટ ટ્રેન્ડ સેટર  મ્યુઝિક હતું. આથી મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે 'આશિકી'ની ઓળખ જ તેનું સંગીત રહ્યું છે. જો પોતાને લાગે છે કે બહુ સારાં ગીતો નથી મળી રહ્યાં તો પોતે બહુ પ્રેમથી આ ફિલ્મ પડતી મૂકી દેશે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મની કાસ્ટિંગ વિશે ચાલતી જાતભાતની ચર્ચાબાજીથી પણ પોતે કંટાળી ગયા છે. હવે પોતાને આ ફિલ્મની ઘોષણા કરવામાં ઉતાવળ કરી નાખી હોવાનું લાગે છે. ઉલ્લેખનીય છે કે 'આશિકી થ્રી'ના હિરો તરીકે કાર્તિક આર્યન કન્ફર્મ ગણાય છે. 

Tags :