Get The App

આમિરની દીકરી આયરાનાં લગ્ન ત્રીજી જાન્યુઆરીએ થશે

Updated: Oct 11th, 2023

GS TEAM


Google News
Google News
આમિરની દીકરી આયરાનાં લગ્ન ત્રીજી જાન્યુઆરીએ થશે 1 - image


- આમિરે જાતે જ ઘોષણા કરી

- આમિરે સ્વીકાર્યું કે એ દિવસે દીકરીને વિદાય આપતી વખતે તે બહુ રડી પડવાનો છે

મુંબઇ: આમિર ખાનની દીકરી આયરાનાં લગ્ન આગામી વર્ષે તા. ત્રીજી જાન્યુઆરીએ યોજાશે. તે બોયફ્રેન્ડ નુપર શિખરે સાથે સગાઈ કરી ચૂકી છે. હવે લગ્ન તા. ત્રીજી જાન્યુઆરીએ થવાના છે. 

આમિરે જાતે જ પુત્રીના લગ્નની તારીખની જાહેરાત કરી હતી.  આમિરે કહ્યું હતું કે, ઇરાનો ભાવિ પતી એક ટ્રેનર છે. તેનું અસલી નામ નુપુર છે.  તે પહેલાથી જ અમારા પરિવારનો હિસ્સો બની ચુક્યો છે. હું મારી પુત્રીને ભારે હૃદયે સાસરે વિદાઇ આપીશ. આઈરા  આમિર અને તેની પહેલી પત્ની રીનાની દીકરી છે. પહેલાં લગ્નથી આમિરને જૂનેદ નામનો પુત્ર પણ છે. આમિર હવે જૂનેદની કેરિયર બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. 

આયરા અગાઉ પોતે ડિપ્રેશનનો ભોગ બની ચૂકી હોવાનાં તથા તેનું બાળપણ બહુ સારું નહીં રહ્યું હોવાના નિવેદનો આપી ચર્ચામાં આવી ચૂકી છે.


Tags :