Entertainment

આમિર હવે અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય રોલ કરશે

By GS Team
18 Apr 20261 min read
આમિર હવે અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય રોલ કરશે

- રાહુલ મોદી આ ફિલ્મનું દિગ્દર્શન કરશે    

- અશનીરની જીવનકથાના પુસ્તક પરથી   ફિલ્મ બનશે : પ્રિ પ્રોડક્શન શરૂ

મુંબઇ : આમિર ખાન અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવે  તેવી શક્યતા છે. ફિલ્મ હાલ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે. આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ ઓકે કરી દીધી હોવાનું કહેવાય છે. 

ફિલ્મ રાઈટર અને શ્રદ્ધા કપૂર સાથે રિલેશનશિપને કારણે વધારે જાણીતા રાહુલ મોદીને આ ફિલ્મનું દિગ્દર્શન સોપાંયું છે. 

અશનીર ગ્રોવરનાં પુસ્તક 'દોગલા પન: ધી હાર્ડ ટ્રુથ અબાઉટ લાઈફ એન્ડ સ્ટાર્ટ અપ' પર આ ફિલ્મ આધારિત હશે તેમ મનાય છે. 

અગાઉ આમિર ખાન  રાજકુમાર  હિરાની સાથે દાદાસાહેબ ફાળકેની  બાયોપિક પણ કરવાનો હતો. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં તેણે અનેક ફેરફાર સૂચવતાં તેના અને હિરાની વચ્ચે મતભેદ સર્જાયા હતા.