આમિર ખાનની 3 ઇડિયટ્સ અને દંગલ ફિલ્મને ટોપ 10 મોસ્ટ લાઇક્ડ હિંદી ફિલ્મોની યાદીમાં સ્થાન
- ઓરમેક્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટોપ દસમાં સ્થાન મેળવ્યું
મુંબઇ: આમિર ખાનની 3 ઇડિયટસ અને દંગલ ફિલ્મને હજી પણ લોકો યાદ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મોને ટોપ 10 હિંદી થિએટ્રિકલ ફિલ્મોની યાદીમાં સ્થાન મળ્યું છે.
હાલમાં ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી 10 સૌથી વધુ પસંદ કરનારી હિંદી ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઓરમેક્સના રિપોર્ટના અનુસાર,આમિર ખાનની બે ફિલ્મો 3 ઇડિયટસ અને દંગલ 2009થી સૌથ વધુ પસંદ કરનારી હિંદી થિયેટ્રિકલ ફિલ્મોની યાદીમાં ટોપ પર છે.
ઉલ્લેખનીય છે કે, 2009માં 3 ઇડિયટસ અને 2016માં દંગલ ફિલ્મ રીલિઝ થઇ હતી. જે રેસલર મહાવીર સિંહ ફોગટની ઇનસ્પિરેશનલ રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત અને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના દેશમ ાટે ગોલ્ડમેડલ જીતવાના શમણાંની વાર્તા હતી.
આમિર ખાનના અભિનયનો જાદુ હાલ રૂપેરી પડદે જોવા નથી મળી રહ્યો. તેની ફિલમો નિષ્ફળ થઈ રહી છે. પરંતુ ભૂતકાળની તેની હિટ ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે.