આમિર ખાન એક સાથે બે ફિલ્મો પર કામ કરશે


- અભિનેતા દિગ્દર્શક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ એક ફિલ્મ કરે તેવી શક્યતા

મુંબઇ : આમિર ખાન હાલ પોતાની રિલીઝ થનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લીધે ચર્ચામાં છે. તે સામાન્ય રીતે એક જ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરે છે. પરંતુ આ વખતે તે એક સાથે બે ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. 

લાલ સિંહચડ્ઢાની રિલીઝ પછી આમિર, આર એસ પ્રસન્નાની એક ફિલ્મમાં કામ કરવાનો છે. જે એક સ્પેનિશ ફિલ્મની હિંદી રીમેક હશે. આમિર આ ફિલ્મની શરૂઆત ઓકટોબરથી કરે તેવી પૂરી શક્યતા છે. 

હવે આ દરમિયાન વધુ એક અપડેટ જાણવા મળી છે. વાત એમ છે કે, આમિરની ઠગ્સ ઓફ હિંદુસ્તાન અને લાલ સિંહ ચડ્ઢા વચ્ચે ઘણું અતર રહ્યું છે. તેથી તે વધુ એક ફિલ્મમાં કામ કરવા માંગે છે. અપડેટના અનુસાર, દિગ્દર્શક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આમિર સંપર્કમાં છે. આ દિગ્દર્શકે રાણી મુખર્જી સાથે હિચકી ફિલ્મ બનાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા, યશરાજ પ્રોડકશનની મહારાજામાં આમિરના પુત્ર ઝુનેદને ડાયરેક્ટ કરી રહ્યો છે. આ દરમિયાન આમિર અને સિદ્ધાર્થ ઘણા આઇડાયઝ શેર કર્યા હતા. જેમાંથી આમિરે એક પસંદ કર્યો છે. સિદ્ધાર્થે તેની ટીમના રાઇટર્સની આ આઇડિયાઝ ડેવલપ કરવાની સૂચના આપી દીધી છે. જો બધુ સમૂસુથરું પાર પડશે તોઆ ફિલ્મનું શૂટિંગ આવતા વરસના અંતમાં શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત આમિર અન્ય પ્રોજેક્ટ પર પણ વાત કરી રહ્યો છે. જેમાં એક કોન્ટ્રોવર્શિયલ વકીલની બાયોપિકની ઓફર છે. તેમજ તેના લિસ્ટમાં મોગુલ પણ છે. 

City News

Sports

RECENT NEWS