આમિર ખાન હવે શાહરૂખના પડોશી! દર મહિને રૂ 24.50 લાખ રૂપિયાનનું ભાડું ચૂકવશે
Image source: IANS |
Aamir Khan To Shift In To Rented House: બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર'ને યુટ્યૂબ પર રિલીઝ કરવાને લઈને ચર્ચામાં તો છે જ પણ સાથે અભિનેતા વધુ એક વાતને લઈને પણ ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં જ આમિરે મુંબઈના બાંદ્રામાં ચાર મોંઘા મકાન ભાડે ખરીદ્યા છે. રિપોર્ટ પ્રમાણે, અભિનેતા દર મહિને આ ભાડાના મકાન માટે રૂ 24.50 લાખ રૂપિયા ભાડુ ચૂકવશે. આમિરના ભાડાનું મકાન બાંદ્રાના 'વિલ્નોમોના' એપાર્ટમેન્ટમાં છે. જણાવી દઈએ જે જગ્યાએ આમિરે મકાન ભાડે ખરીદ્યું છે તેની 750 અંતરે આવેલા 'પૂજા કાસા' એપાર્ટમેન્ટમાં અભિનેતા શાહરૂખ ખાને પણ ભાડે મકાન ખરીદ્યું છે.
રિડેવલપમેન્ટના કારણે આમિરે ઘર ખાલી કર્યું
એક રિપોર્ટ પ્રમાણે, પાલી હિલ વિસ્તારમાં આવેલું વિગ્રો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 12 ફ્લેટ આમિર ખાનનાં છે. પણ સોસાયટીનું રિનોવેશન થવાનું હોવાથી આમિરે ઘર ખાલી કરવું પડ્યું. રિનોવેશન બાદ ઘરની કિંમત 100 કરોડને પાર પહોંચશે. વિગ્રો સીએચએસના રિનોવેશનનું કામ એટમોસ્ફિયર રિયલ્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોસાયટીને તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફ્લેટ્સ બનશે. જેની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટથી વધુ થઈ શકે છે. તેના આધારે આ સોસાયટીના ઘણા ઘરોની કિંમત 100 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે.
આ પણ વાંચો : પ્રિયંકા દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
5 વર્ષ સુધી ભાડાના ઘરે રહેશે
આમિર ખાને વિલ્નોમોના સોસાયટીમાં ભાડાનું ઘર ખરીદવા 45 મહિનાના લોક-ઇન પીરીયડ સાથે 5 વર્ષનો એગ્રીમેન્ટ કર્યો છે. તેના આ ચાર ફ્લેટ મે 2025થી મે 2030 સુધી લોક-ઇન કલોઝ સાથે રજિસ્ટર થયા છે. ડોક્યુમેન્ટ પ્રમાણે આમિરે 1.46 કરોડ રૂપિયાની સિક્યુરિટી પણ ભરી છે. એગ્રીમેન્ટ પ્રમાણે દર વર્ષે 5%ના દરે ફ્લેટનું ભાડું પણ વધશે.
શાહરૂખ ખાન પણ ચૂકવી રહ્યો છે 24 લાખ રૂપિયાનું ભાડું
આમિરની સોસાયટીની 750 મીટરના અંતરમાં શાહરૂખ ખાને પણ ભાડે ઘર લીધું છે. 'મન્નત' બંગલાનાં રિનોવેશનને કારણે શાહરૂખ અને તેનો પરિવાર 'પૂજા કાસા' સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહે છે, આ ફ્લેટ પ્રોડ્યુસર વાસુ ભગનાનીનું છે. શાહરૂખ ખાને વાસુ ભગનાની અને તેની બહેન દીપ શિખા દેશમુખ પાસેથી બે ડુપ્લેક્સ ફ્લેટ ભાડે ખરીદ્યા છે. તે દર મહિને 24 લાખ રૂપિયાનું ભાડું ચૂકવી રહ્યો છે.