Get The App

આમિરખાન લોકેશ કનગરાજ સાથે સુપરહિરો ફિલ્મ કરશે

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
આમિરખાન લોકેશ કનગરાજ સાથે સુપરહિરો ફિલ્મ કરશે 1 - image


- આવતાં વર્ષના મધ્યથી શૂટિંગ શરુ થશે

મુંબઇ : આમિર સાઉથના જાણીતા ડાયરેક્ટર લોકેશ કનગરાજની સાથે એક ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ સુપર હિરોની થીમ પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષની મધ્યમાં શરુ થવાનું છે. આ  ફિલ્મ બહુ મોટા સ્કેલ પર બનાવવામાં આવશે. તેનું બજેટ પણ બહુ મોટું હશે.  ખુદ આમિરે આ ફિલ્મ બની રહી હોવાનું કન્ફર્મ કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આમિર સાઉથના કોઈ સારા ડાયરેક્ટર સાથે ફિલ્મ કરવા  તલપાપડ હતો. 

દરમિયાન આમિરે 'પીકે' ફિલ્મની સીકવલ બની રહી હોવાની વાતને ફગાવી દીધી છે. તેણે કહ્યું હતું કે આવી  કોઈ યોજના તેના ધ્યાનમાં નથી. તેણે જણાવ્યુ હતું કે હાલ હું અને રાજકુમાર હિરાણી દાદા સાહેબ ફાલ્કેની બાયોપિક પર કામ કરી રહ્યા છીએ. 'પીકે'ના બીજા ભાગનું હાલ કોઈ આયોજન નથી. 

Tags :