Get The App

આમિર ખાનની સુપર હીટ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ, અભિનેતાએ જણાવ્યું કારણ

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
આમિર ખાનની સુપર હીટ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ, અભિનેતાએ જણાવ્યું કારણ 1 - image


Amir Khan Dangal Not released in Pakistan : વર્ષ 2016માં રિલીઝ થયેલી 'દંગલ' ફિલ્મમાં અભિનેતા આમિર ખાને મહાવીર સિંહ ફોગાટની ભૂમિકા ભજવી હતી. જે કુસ્તીબાજ ગીતા અને બબીતા ફોગાટના પિતા તરીકે દર્શાવાયો છે, ગીતા-બબીતાએ કુસ્તીબાજીમાં ભારતનું નામ રોશન કર્યું હતું.  'દંગલ' ફિલ્મની વાર્તા ગીતા અને બબીતા પર આધારિત છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી, પણ શું તમે જાણો છો? આમિર ખાનની આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ. 

પાકિસ્તાનના સેંસર બોર્ડે આ ફિલ્મમાંથી તિરંગા અને ભારતનું રાષ્ટ્રગીત હટાવવા કહ્યું હતું. હાલમાં આમિર ખાને એક ટીવી શોમાં ફિલ્મની આ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું ફિલ્મના નિર્માતાઓએ કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ નહીં થાય તો ફિલ્મ પર નેગેટિવ અસર પડી શકે છે. પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એવી કોઈપણ બાબતનું સમર્થન નથી કરવા માંગતા જે ભારતની વિરુદ્ધ હોય.

આમિર ખાનની સુપર હીટ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ, અભિનેતાએ જણાવ્યું કારણ 2 - image

આખરે પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ થઈ નહીં

આમિર ખાને જણાવ્યું 'ડિઝ્નીએ ફિલ્મ 'દંગલ'ને પ્રસ્તુત કરી હતી.જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પાકિસ્તાનના સેંસર બોર્ડે ડિઝ્નીને ગીતા ફોગાટના મેચ જીતવાના સીનમાંથી તિરંગા અને ભારતનું રાષ્ટ્રગીત હટાવવા કહ્યું હતું, નહીં તો આ ફિલ્મ રિલીઝ નહીં કરાય તેવી વાત કરી હતી. ત્યારે મે એક સેકંડમાં કહ્યું કે અમારી આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરીએ. ડિઝ્નીએ એ પણ કહ્યું હતું કે આની અસર અમારા બિઝનસ પર પડશે. ત્યારે મે કહ્યું હતું કે જો કોઈ અમારા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને હટાવા માટે કહે છે, તો મને તેમા કોઈ રસ નથી. મને આવો ધંધો નથી કરવો' 

દંગલ બની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ

આમિર ખાનની ફિલ્મ 'દંગલ' સૌથી વધારે કમાણી કરનારી બોલિવૂડની ફિલ્મ બની હતી. આ ફિલ્મ દંગલે ડોમેસ્ટિક બૉક્સ ઑફિસ પર 374.43 કરોડની કમાણી કરી હતી, જ્યારે વર્લ્ડવાઈડ સૌથી વધારે 2,024 કરોડનું કલેક્શન કર્યું હતું.