આમિરની સિતારે ઝમીન પર 20મી જૂને રીલિઝ થવાનું કન્ફર્મ
- ટ્રેલર લોન્ચ ઠેલાતાં મોડી રીલિઝની અટકળો હતી
- મૂળ સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયનને ભારતીય સ્વરૂપમાં ઢાળવા સ્ક્રિપ્ટમાં અનેક ફેરફાર
મુંબઇ : આમિર ખાનની 'સિતારે ઝમીન પર' તા. ૨૦મી જૂનની નિર્ધારિત તારીખે જ રીલિઝ થશે એ કન્ફર્મ થઈ ગયું છે. ફિલ્મની ટીમ દ્વારા એક પોસ્ટર રીલિઝ દ્વારા આ તારીખ કન્ફર્મ કરાઈ હતી.
મુંબઈમાં ગત સપ્તાહે યોજાયેલી વેવ્ઝ સમીટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું હતું. જોકે, આમિરે છેલ્લી ઘડીએ ટ્રેલર લોન્ચ મુલત્વી રાખ્યું હતું. તે પરથી ફિલ્મની રીલિઝ પણ આઘીપાછી થશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ હતી. આમિર ખાને ' લાલ સિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતા પછી હતાશ થઈ એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. આ અર્થમાં આ તેની કમબેક ફિલ્મ છે. ફિલ્મ મૂળ સ્પેનિશ 'ચેમ્પિયન' પરથી બની છે. તેને ભારતીય સ્વરુપમાં ઢાળવા માટે આમિર ખાને સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો કર્યા છે.
શરુઆતમાં તેણે સલમાન ખાનને આ ફિલ્મ ઓફર કરી હતી પરંતુ સલમાને આ ઓફર ફગાવી દીધી હતી.