આમિરખાને રુસો બ્રધર્સ અને 'ધ ગ્રે મેન'ની ટીમને ટ્રેડિશનલ ગુજરાતી ડિનર પાર્ટી આપી, જુઓ તસવીર
- હોલીવુડ નિર્દશક રુસો બ્રધર્સ અત્યારે તેમની ફિલ્મ 'ધ ગ્રે મેન'ના પ્રમોશન માટે ભારત આવેલા છે
મુંબઈ, તા. 22 જુલાઈ 2022, શુક્રવાર
હોલીવુડ નિર્દશક રુસો બ્રધર્સ અત્યારે તેમની ફિલ્મ 'ધ ગ્રે મેન'ના પ્રમોશન માટે ભારત આવેલા છે. આ ફિલ્મ 22 જુલાઈના રોજ નેટ ફ્લિકસ ઉપર રીલીઝ થવાની છે. તેમાં સાઉથના સુપરસ્ટાર ધનુષ, રયાન ગોસલિંગ અને ક્રિસ ઈવાન્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગઈ કાલે રાત્રે રુસો બ્રધર્સે આ ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયરનું આયોજન કર્યું હતું, જેમાં બી ટાઉનના સ્ટાર્સે હાજરી આપી હતી. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'ના પ્રમોશનમાં વ્યસ્ત હતા. આમિરખાન પોતાની વ્યસ્તતાને કારણે પ્રીમીયરનો હિસ્સો નહોતા બની શક્યા માટે તેમણે રુસો બ્રધર્સ માટે શાનદાર ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું.
ટ્રેડિશનલ ગુજરાતી ડિનરનું આયોજન કર્યું
આમિર ખાનને 'ધ ગ્રે મેન'ના પ્રીમિયર માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજરી આપી શક્યા નહોતા તેથી તેમણે 'ધ ગ્રે મેન'ની ટીમને પોતાના ઘરે ડિનર માટે બોલાવી હતી. તેમાં રુસો બ્રધર્સ, ધનુષ અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. આમિરની ડીનર પાર્ટીમાં તેમની એક્સ-વાઈફ કિરણ રાવે પણ હાજરી આપી હતી. આમિરે બધાને ગુજરાતી ડિનર કરાવ્યું હતુ, તેના માટે તેમણે બેસ્ટ શેફને બોલાવ્યા હતા.
શ્રેષ્ઠ શેફને બોલાવ્યા
આમિરખાન પોતે ગુજરાતી ભોજનના ખૂબ જ શોખીન છે. આવામાં તેમણે ટેસ્ટી ડિનર બનાવવા માટે ગુજરાતી શેફને બોલાવ્યા હતા. આમિર ખાને ડિનર પાર્ટી માટે જુદી-જુદી જગ્યાએથી શેફને બોલાવ્યા હતા. આ ડીનર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે.
આમિરની આગામી ફિલ્મ
આમિર ખાન ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થયા બાદ દર્શકો ઉત્સુકતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં આમિરખાન સાથે કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મ 1994માં આવેલી ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ'ની હિન્દી રીમેક છે.