Entertainment

આમીર ખાન-ગૌરી ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

By GS Team
21 Jun 20261 min read
આમીર ખાન-ગૌરી  ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

મુંબઈ : બોલીવૂડ સ્ટાર આમીર ખાને જણાવ્યું કે લાંબા સમયની પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે તેના આગામી લગ્ન સાદગીભર્યા અને ખાનગી બાબત રહેશે. 

પાંચમી જુલાઈએ ત્રીજીવાર લગ્ન કરી રહેલા આ કલાકારે જણાવ્યું કે બંને જણાએ તેમના પરિવારજનો અને કેટલાક નિકટના મિત્રોની હાજરીમાં ઘરે જ રજિસ્ટર્ડ સમારંભ યોજવાનું નક્કી કર્યું છે.

આ નિર્ણય વિશે સ્પષ્ટતા કરતા આમીરે જણાવ્યું કે તેણે અને ગૌરી બંનેએ ભવ્ય સમારંભની બદલે આ ઉજવણી સાદી અને અર્થસભર રાખવાનો નિર્ણય લીધો છે. તેમના માટે લગ્ન પ્રાથમિકતા ન હોવા છતાં કપલ હવે તેમનો સંબંધ આગળ વધારવા તૈયાર છે. 

આમીરે અગાઉ લગ્નની તારીખની પુષ્ટી કરી હતી અને પોતાના જીવનના નવા પ્રકરણ વિશે ખુશાલી વ્યક્ત કરી હતી.

લગ્નની તૈયારીને કારણે આમીરે કામમાંથી હાલ વિરામ લીધો છે. લગ્ન પછી તે ૨૦૦૯ની બ્લોક બસ્ટરની અતિ અપેક્ષિત સીક્વલ '૩ ઈડિયટ્સ ટુ'નું શૂટિંગ ફરી શરૂ કરશે. મૂળ ફિલ્મના લોકપ્રિય પાત્રોને ફરી જોવા ચાહકોમાં પહેલેથી ઉત્સાહ છે.