આમિર સરફરોશ ટુ ની સ્ક્રિપ્ટ તૈયાર થઇ રહી હોવાને સમર્થન આપ્યું
મુંબઇ: - ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી થતાં જ અન્ય બાબતો પર નિર્ણય લેવામાં આવશે
ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થશે પછી જ અન્ય બાબતો પર નિર્ણય લેવામાં આવશે.
આમિર ખાને પોતાની સુપરહિટ ફિલ્મ સરફરોશની સીકવલ બનાવવાની તૈયારી કરી રહ્યો હોવાની વાત કરી છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, ૨૬ વરસ પછી ફિલ્મની સીકવલની સ્ક્રિપ્ટ પર કામ શરૂ ગયું છે.
આમિર ખાને વધુમાં કહ્યું હતુંં કે, અંદાજ અપના અપના અને સરફોરશ જેવી ફિલ્મોની અસલ આત્માને છેડયા વગર સીકવલ બનાવવી જરૂરી હોય છે. સાથે એમ પણ કહ્યું હતું કે, એક વખત કોઇ કલ્ટ ફિલ્મ બની જતી હોય તો, તેને કારણ વગર છેડવી જોઇએ નહીં. પરંતુ સરફરોશની વાત જુદી છે, તેની વાર્તા વ્યવસ્થિત રીતે બીજા હિસ્સામાં તૈયાર થઇ શકે એમ છે.