દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં વરુણ ધવનનું મીણનું પૂતળું મુકવામાં આવ્યું
- અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી જાહેર કરી
મુંબઇ : વરુણ ધવનની બોલીવૂડના સફળ સિતારાઓમાંનો એક છે. તેની ફેન ફ્લોઇંગ પણ બહુ છે. હાલમાં જ તેની ફિલ્મ ભેડિયા રીલિઝ થઇહતી, જેમાં તેના અભિનયના વખાણ થયા હતા. હવે વરુણને લઇને એક નવા સમાચાર આવ્યા છે.
દિલ્હીના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં વરુણ ધવનનું મીણનું પૂતળું મુકવામાં આવ્યું છે. આ પહેલા દિલ્હીના આ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અનિલ કપૂર અને ઋતિક રોશન જેવા સિતારાઓના વેક્સ સ્ટેચ્યુ આવેલા છે. હોંગકોંગના મેડમ તુસાદ મ્યુઝિયમમાં વરુણનું સ્ટેચ્યુ ૨૦૧૮માં મુકવામાં આવ્યું હતું, અને હવે દિલ્હીમાં મુકવામાં આવ્યું છે.
વરુણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પણ શેર કર્યું છે. વીડિયોમાં વરુણે પોતાનું પૂતળું દાખવીને પોતાના ચાહકોને જણાવ્યું છે.
વરુણની આગામી ફિલ્મો બબાલ અને રણભૂમિ છે.