Get The App

માલેગાંવ બ્લાસ્ટ પર હવે ફિલ્મ બનાવવામાં આવશે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
માલેગાંવ બ્લાસ્ટ પર હવે ફિલ્મ બનાવવામાં આવશે 1 - image


- આ વરસના અંતમાં શૂટિંગ શરૂ કરવાની યોજના

મુંબઇ : હાલ બોલીવૂડમાં સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં વિવેક અગ્નિહોત્રી ફાઇલ્સના નામે એક સીરીઝ ચલાવી રહ્યો છે. હવે વધુ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૦૮માં માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવા પર આધારિત હશે. આ ફિલ્મનું નામ માલેગાંવ ફાઇલ્સ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજીવ એસ રુઇયા છે જેણે  માઇ ફ્રેન્ડ ગણેશા બનાવીને પ્રસિદ્ધિ મેળવી હતી. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫ના અંતમાં શરૂ કરવાની યોજના છે. સ્ટારકાસ્ટ અને શૂટિંગ શેડયુલની જાણકારી જલદી જ જાહેર કરવામં આવશે. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮માં માલેગાંવમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ૬ જણા મૃત્યુ પામ્યા હતા અને ૯૫ જણાને ઇજા પહોંચી હતી. ફિલ્મસર્જકે માલેગાંલ ફાઇલ્સની ઘોષણા  તો કરી દીધી છે, પરંતુ આ ફિલ્મની કાસ્ટને લઇને કોઇ જાણકારીઆપી નથી. દિગ્દર્શકે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ફક્ત વિસ્ફોટ પર જ આદારિત નથી. તેમા આ ઘટના ઘટી પછીના હિસ્સાઓને પણ સમાવવામાં આવ્યા છે.

જેમ કે, લોકોની પીડા, રાજકીય દ્રષ્ટિકોણ, સત્યની ખોજ અને આરોપીઓ તથા પીડિતોના પરિવારો દ્વારા કરવામાં આવેલા ભાવનાત્મક અને કાયદાકીય ઉથલ-પુથલને સમાવીને સત્ય લાવવાનો અમારો પ્રયાસ છે.

ફિલ્મનું શૂટિંગ ઘટના સ્થળો પર જ કરવામાં આવશે.રાઇટર ટીમ સાથે અમારી વાતચીત ચાલી રહી છે. આ એક સંવેદનશીલ વિષય હોવાથી આ ઘટના સાથેની અને પાછળની તમામ બારીકાઇઓ દર્શાવવાની જરૂરી છે. હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. અમારા પૂરા પ્રયાસ છે કે, આ ફિલ્મનું શૂટિંગ ઘટના સ્થળે જ કરવામાં આવે. જેના માટે અમે જલદી જ રેકી કરીશું.

Tags :