Get The App

સંજય દત્ત, જેકી શ્રોફ અને અમિતાભનું કોલબરેશન

Updated: Sep 6th, 2023

GS TEAM

Google News
Google News
સંજય દત્ત, જેકી શ્રોફ અને અમિતાભનું કોલબરેશન 1 - image

- કોમેડી ફિલ્મ માટે ત્રણેય સાથે આવ્યા

- સંજય દત્તની ફિલ્મ 'હસમુખ પિઘલ ગયા' આઠ વર્ષના અંતરાય બાદ આગળ વધી

મુંબઇ: અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને જેકી શ્રોફ એક ફિલ્મ માટે ભેગા થયા છે. આ એક કોમેડી પ્રોજેક્ટ છે, જેમાં અમિતાભ બચ્ચને પોતાનો વોઇસ આપ્યો છે. ફિલ્મ 'હસમુખ પિઘલ ગયા'નું નિર્માણ સંજય દત્તની પ્રોડકશન કંપનીનું છે. ગયા મહિને અમિતાભ બચ્ચને અસ્વસ્થ તબિયત છતાં  ે પોતાના વ્યવસાકિપણાને ગંભીરતાથી લઇને સંપૂર્ણ ફિલ્મના ડબિંગ માટે બે દિવસ ફાળવ્યા હતા. 

અભિનેતાએ ફિલ્મના એક ગીત માટે કંઠ આપ્યો છે. 

સંજય અને તેની પત્ની માન્યતા માટે હસમુખ પિઘલ ગયા મહત્વનો પ્રોડેક્ટ છે. આ પ્રોજેકટને આઠ વરસ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન સામે અનેક પડકારો આવ્યા હતા. કાયદાકીય પ્રશ્નોના કારણે આ પ્રોજેક્ટમાં વિધ્ન  સર્જાયું હતું. જોકે, હવે આ પ્રોજેક્ટ  પોસ્ટ પ્રોડકશન સ્ટેજમાં છે.