Get The App

60 વર્ષમાં 8 નેશનલ ઍવૉર્ડ, 10 ભાષામાં 50000 ગીત, કોઈ આ સિંગરનો રૅકોર્ડ બ્રેક ન કરી શક્યો

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
60 વર્ષમાં 8 નેશનલ ઍવૉર્ડ, 10 ભાષામાં 50000 ગીત, કોઈ આ સિંગરનો રૅકોર્ડ બ્રેક ન કરી શક્યો 1 - image


Singer KJ Yesudas: આજે અમે એક એવા મહાન સિંગરની વાત કરી રહ્યા છીએ જેમણે ભારતીય સંગીતને એવી ઊંચાઈએ પહોંચાડ્યું કે જેનો રૅકોર્ડ તોડવો લગભગ અશક્ય છે. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા, અંગ્રેજી, અરબી, લેટિન અને રશિયન ભાષામાં પણ ગીતો ગાયા. તેમના નામે 8 નેશનલ ઍવૉર્ડ્સ છે. તેમની પ્રતિભા અને પાવર એટલો હતો કે તેમના ચાહકોએ તેમને 'ગણ ગંધર્વ'(દિવ્ય સિંગર)નું બિરુદ આપ્યું છે. પોતાના 6 દાયકાના કરિયરમાં તેમણે અનેક ભાષાઓમાં 50,000થી વધુ ગીતો ગાયા છે. 10 જાન્યુઆરી, 1940ના રોજ કેરળમાં જન્મેલા આ સિંગરના ગીતો હંમેશા માટે સદાબહાર ક્લાસિક બની ગયા છે.

તેમની સિદ્ધિઓની બરાબરી બહુ ઓછા કલાકારો કરી શક્યા છે. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા અને અહીં સુધી કે અંગ્રેજી, અરબી, લેટિન અને રશિયન ભાષામાં પણ ગીતો ગાઈને તેમણે તમામ રૅકોર્ડ પોતાના નામે કરી લીધા. બેસ્ટ સિંગર માટે 8 નેશનલ ઍવૉર્ડ્સની સાથે તેમનો રૅકોર્ડ બેજોડ છે, જે તેમને એક અનોખા સ્થાન પર રાખે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સિંગર કોણ છે?

કે. જે. યેસુદાસ વિશે જાણો

અમે કે. જે. યેસુદાસની વાત કરી રહ્યા છીએ. કોચ્ચીમાં સંગીત અને થિયેટર સાથે સંકળાયેલા પરિવારમાં જન્મેલા યેસુદાસનો ઉછેર એવા માહોલમાં થયો હતો જ્યાં શાસ્ત્રીય સંગીતનું ખૂબ મૂલ્ય હતું. તેમના પિતા એક સન્માનિત મલયાલમ શાસ્ત્રીય સંગીતકાર અને અભિનેતા, તેઓ જ તેમના પ્રથમ ગુરુ બન્યા.

1961માં રિલીઝ થયેલી તેમની પ્રથમ રૅકોર્ડિંગ 'જાતિ ભેદમ માથા દ્વેષમ' એ સાબિત કરી દીધું કે એક સિંગર ઉભરીને સામે આવી રહ્યો છે. પરંતુ અસલી ઓળખ ઘણા વર્ષો પછી એક મલયાલમ ફિલ્મથી મળી જેણે બધું બદલી નાખ્યું. આ સફળતાએ એક એવી કારકિર્દીની શરુઆત કરી જ્યાં ભક્તિ ભાવ અને સિનેમા બંને સાથે ચાલતા હતા. 

યેસુદાસનું પ્રથમ હિન્દી ગીત 'જય જવાન જય કિસાન'

ત્યારબાદ તેમણે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો. જોકે તેમનું પ્રથમ હિન્દી ગીત 'જય જવાન જય કિસાન'(1971)માં રૅકોર્ડ કરવામાં આવ્યું હતું પરંતુ તે 'છોટી સી બાત'એ દર્શકોને તેના દિવાના બનાવી દીધા. 'જાનેમન જાનેમન' જેવા ગીતોમાં તેમની અલગ છાપ પ્રતિબિંબિત થાય છે, જે સાબિત કરે છે કે, તેઓ ભારતીય સિનેમામાં પણ મિસાલ કાયમ કરી ગયા. 

આ પણ વાંચો: રાઉત-ફડણવીસ સામ સામે : '10 મિનિટમાં મુંબઈ બંધ'ની ધમકી પર CM બોલ્યા- 'શિંદેને તો રોકી ન શક્યા'

કે. જે. યેસુદાસે એક દિવસમાં 11 ગીત ગાયા હતા

તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક માઇક્રોફોન રૅકોર્ડિંગથી પરે હતી. તેમણે એક જ દિવસમાં 11 અલગ-અલગ ભાષાઓમાં 11 ગીતો ગાયા હતા. 2021 સુધીમાં તેમણે સંગીત જગતમાં 60 વર્ષ પૂરા કરી લીધા હતા. વર્ષોથી ગાયેલા ગીતોની સંખ્યાએ તેમને લતા મંગેશકર જેવા દિગ્ગજોની હરોળમાં મૂક્યા. પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત તેઓ હંમેશા પોતાની અલગ ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યા. તેમને એટલી બધી પ્રશંસા મળી કે તેમણે એક વખત મજાકમાં કહ્યું હતું કે, 'હવે બસ બહુ થઈ ગયું.'