Get The App

VIDEO: બોલિવૂડ એક્ટર સંજય દત્તે ચોથી વખત કર્યા લગ્ન! ધોતી-કુર્તામાં લીધા સાત ફેરા, 19 વર્ષ નાની છે પત્ની

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO: બોલિવૂડ એક્ટર સંજય દત્તે ચોથી વખત કર્યા લગ્ન! ધોતી-કુર્તામાં લીધા સાત ફેરા, 19 વર્ષ નાની છે પત્ની 1 - image


Sanjay Dutt Fourth Wedding:  65 વર્ષના સંજુ બાબા (સંજય દત્ત) ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાયા છે. તમે વિચારી રહ્યા રહ્યા હશો, ફરી લગ્ન... હા, સાચી વાત છે, અભિનેતાએ ફરી ચોથી વાર લગ્ન કર્યા છે, પરંતુ આ લગ્ન બીજા કોઈ સાથે નહિ, પરંતુ તેની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે છે. આ વાતનો ખુલાસો એક વીડિયો દ્વારા થયો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અભિનેતા પત્નિ માન્યતા સાથે અગ્નિને સાક્ષીએ સાત ફેરા લેતા જોવા મળી રહ્યો છે. 


આ ચોથી વખતના લગ્ન

વીડિયોમાં સંજય દત્તે કેસરી રંગનો કુર્તો અને પાયજામા પહેર્યો છે અને ગળામાં દુપટ્ટો બાંધ્યો છે. તેની પત્ની માન્યતાએ સફેદ રંગનો સલવાર સૂટ પહેર્યો છે. વીડિયોમાં માન્યતા અને સંજય દત્ત અગ્નિની સાક્ષીએ ફેરા લેતા જોવા મળી રહ્યા છે. 

Tags :