53 વર્ષનો દિગ્ગજ એક્ટર લગ્ન કર્યા વિના 2 બાળકનો પિતા, ગર્લફ્રેન્ડ સાથે સગાઈનો કર્યો ખુલાસો

Arjun Rampal Girlfriend: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અર્જુન રામપાલ, જે પોતાની ચાર્મિંગ પર્સનાલિટી અને અભિનય માટે જાણીતા છે, તે 53 વર્ષની ઉંમરે ચાર બાળકોના પિતા બની ચૂક્યા છે. જો કે, તેમના અંગત જીવનનો એક ખુલાસો હાલમાં ચર્ચામાં છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે તેમને બે બાળકો હોવા છતાં તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તેમની સગાઈ થઈ ગઈ છે.

લિવ-ઇન રિલેશનશિપમાં બે બાળકો
અર્જુન રામપાલના ચાર બાળકો છે. તેમની પહેલી પત્ની મેહર જેસિયાથી તેમને બે પુત્રીઓ છે. મેહરથી 2019માં અલગ થયા બાદ, અર્જુને 2018માં ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુન અને ગેબ્રિએલા ઘણાં વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે.

લગ્ન કર્યાં વિના જ આ કપલને બે બાળકો છે. જ્યારે અર્જુને ગેબ્રિએલાની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, ત્યારે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.
સગાઈ થઈ હોવાનો ખુલાસો
તાજેતરમાં, એક ચેટ શો દરમિયાન અર્જુન રામપાલે પોતાના અંગત જીવન વિશે વાત કરતા ખુલાસો કર્યો કે ગેબ્રિએલા અને તેમની સગાઈ થઈ ચૂકી છે. આ ઉપરાંત, અર્જુન અને ગેબ્રિએલાએ તેમના અંગત જીવનમાં કાર્ય સંતુલન અને પ્રેમ સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી.
વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો, અર્જુન રામપાલ તાજેતરમાં જ ફિલ્મ "ધુરંધર"માં જોવા મળ્યા હતા અને તેઓ વારંવાર તેમના પરિવાર સાથે વિદેશ અને ભારતનો પ્રવાસ કરતા રહે છે.

