શોલેના 50 વર્ષ : ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે
- જાવેદ અખ્તરે આ ફિલ્મને સમ્માન મળવા પર ગર્વ સમાન જણાવ્યું
મુંબઇ : આ સપ્ટેમ્બરમાં ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવવાનો છે. જેમાં વિશ્વની ક્લાસિક ફિલ્મોને દર્શાવીને સમ્માનિત કરવામાં આવશે. જેમાં ભારતની શોલે અને હોલીવૂડની સ્ટીફન સ્પીલબર્ગની જોઝ છે એક શાર્કના વિશે છે. જેણે એક તટીટ શહેર પર આંતક કર્યો હતો.
જ્યારે શોલેમાં પણ એક ગામને આતંકિત કરવા માટે ગબ્બર સિંહ હતો.
જાવેદ અખ્તરે આ સમ્માનની પુષ્ટિ કરતાંજણાવ્યું હતું કે, તમે બન્ને ફિલ્મો વચ્ચે એક સમાનતા શોધી કાઢી છે,જે છે શાર્ક અને ગબ્બર. વાસ્તવમાં ફિલ્મ ફેસ્ટિવલમાં જોઝ સાથે શોલે પણ સામેલ થવાની છે. બન્ને ફિલ્મો પ્રતિષ્ઠિત છે અને બન્નેને ૫૦ વરસ પુરા થાય છે.
શોલે ૧૪ ઓગસ્ટ ૧૯૭૫માં રિલીઝ થઇ હતી, જ્યારે જોઝ ૨૦ જુન ૧૯૭૫ના રોજ રિલીઝ થઇ હતી.
બન્ને ફિલ્મોએ ન ધારેલી જબરદસ્ત સફળતા મેળવી હતી અને આજે પણઆ ફિલ્મોને અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી ફિલ્મો માનવામાં આવે છે.