આમિર ખાનના ઘરે અચાનક પહોંચ્યો 25 IPS ઓફિસરનો કાફલો, એક્ટરની ટીમે કરવી પડી સ્પષ્ટતા
Aamir Khan News: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમા IPS ઓફિસર લકઝરી બસમાં બેસી અભિનેતા આમિરના ઘરે પહોંચતા નજર આવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા પછી અનેક ચર્ચા અને અફવા ફેલાઈ હતી. કોઈએ કહ્યું કે આમિર કોઈ મોટા પ્રોજેક્ટ ની તૈયારી કરી રહ્યો છે,જેમા પોલીસની મદદ લેવાઈ રહી છે. તો અમુક લોકોનું માનવું છે કે આમિરની સુરક્ષાને લઈ ગંભીર મામલો છે. પણ હવે આ મામલે ખુલાસો થઈ ગયો છે.
શા માટે આમીરના ઘરે આવ્યા 25 IPS ઓફિસર?
આમિર ખાનની ટીમના એક સદસ્યએ આ મામલે સ્પષ્ટતા આપી હતી કે, બધા ઓફિસર્સ IPSની તાલીમ લઇ રહ્યા છે. આ ટ્રેઈની ઓફિસર્સ આમિરની મુલાકાત લેવા ઇચ્છતા હતા. આમિરે તેમની ઈચ્છા ખુશીથી સ્વીકારી તે બધાને ઘરે બોલાવ્યા, જ્યાં બધા ઓફિસરે આમિરને મળ્યા, આમિરે ઘણી વાતચીત પણ કરી. આમિરનું પોલીસ અધિકારીઓ સાથે મળવું કોઈ નવી વાત નથી. એવુ જાણવા મળ્યું છે કે ફિલ્મ 'સરફરોશ' પછી ઘણા IPS ઓફિસર આમિરના કામથી પ્રભાવિત થયા છે.
IPS ટ્રેઈનીથી મળતા રહે છે આમિર
ઘણીવાર અલગ-અલગ બેચના IPS ટ્રેઈનીઓ સમય-સમય પર આમિરને મળવાની ઇચ્છા દર્શાવતા હોય છે અને આમિર પણ હંમેશાં તેમને ખુલ્લેઆમ મળે છે. હાલમાં જ્યારે 25 ટ્રેઈની IPS ઓફિસર આમિરને એ સમયે મળ્યા, જ્યારે આમિરની કેટલીક લકઝરી કાર અંગે સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા હતા, જેનાથી આમિરની ટીમને થોડી ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે જ્યારે સાચું કારણ સામે આવ્યું, તો બધી અફવાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો.