Get The App

બંગાળમાં પલ્લવી ડે પછી બીજી અભિનેત્રી બિદિશાની આત્મહત્યા

Updated: May 26th, 2022

GS TEAM

Google News
Google News
બંગાળમાં પલ્લવી ડે પછી બીજી અભિનેત્રી બિદિશાની આત્મહત્યા 1 - image

મુંબઈ, તા. 26 મે 2022,ગુરૂવાર

બંગાળી ટીવી એકટ્રેસ પલ્લવી ડે પછી હવે બીજી અભિનેત્રી બિદિશા ડે મજુમદારે આત્મહત્યા કરી લેતાં મનોરંજન ઉદ્યોગે ભારે આંચકો અનુભવ્યો છે. 21 વર્ષીય બિદિશાનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા પ્રબળ છે પરંતુ પોલીસ હત્યાની થિયરીને પણ અત્યારે નકારી નથી રહી. 

બિદિશા ડમડમના નાગેરબાઝાર ખાતે તેના માતાપિતા સાથે ભાડાંના મકાનમાં રહેતી હતી. તે પોતાના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. પોલીસે તેના પરિવારજનો તથા મિત્રોની પૂછપરછ હાથ ધરી છે. મોતનું ખરું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. 

બિદિશા થોડા સમય પહેલાં બહુ વખણાયેલી ભાર ધી ક્લાઉન શોર્ટ ફિલ્મથી ચર્ચામાં આવી હતી. 

હજુ ગઈ તા. 15મી મે એ બંગાળી ટીવી અભિનેત્રી પલ્લી ડે તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી હતી. તેણે પણ આપઘાત કર્યો હોવાનું મનાય છે જોકે, તેના કિસ્સામાં પણ પોલીસે હત્યાની થિયરીને તદ્દન નકારી કાઢી નથી. 

બંગાળ મનોરંજન જગતમાં થોડા દિવસોના અંતરે જ બે આશાસ્પદ અભિનેત્રીઓના મોતથી સૌને ભારે આંચકો લાગ્યો છે. ગ્લેમર વર્લ્ડમાં નવાં નવાં ડગલા માંડતી અભિનેત્રીઓ નજીવી નિષ્ફળતા કે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ નહીં પચાવી શકતાં ડિપ્રેશનનો શિકાર બની રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Tags :