Get The App

અવતરણ : પ્રીતિ શાહ .

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
અવતરણ : પ્રીતિ શાહ                                             . 1 - image

ભારત હવે હાંસિયાનો ખેલાડી નથી, પણ વૈશ્વિક આર્થિક પ્રવાહોમાં કેન્દ્રીય મંચ છે. સેવાઓની નિકાસ, ડિજિટલ ક્ષમતાઓ અને મેન્યુફેક્ચરિંગ મહાત્વાકાંક્ષાઓને કારણે ભારત હવે વૈશ્વિક વ્યવસ્થામાં મૂક પ્રેક્ષક નથી, પરંતુ પોતાના ભવિષ્યનો પ્રમુખ નિર્માતા છે.

- શશી થરૂર (સાંસદ અને લેખક)

અવતરણ : પ્રીતિ શાહ                                             . 2 - image

ભારતીય રાજકારણમાં સન્માન અને શુચિતાની પરંપરા રહી છે, પરંતુ રાહુલ ગાંધીની જનતા દ્વારા અવગણના થવાને કારણે સ્વભાવમાં હતાશા અને નિરાશા જોવા મળી રહી છે. તેઓ રાજનીતિમાં એવા રાહુ બની ગયા છે કે વાતાવરણને દૂષિત કરવાનું કામ કરે છે.

- નીતિન નબીન (ભાજપાના પ્રમુખ)

અવતરણ : પ્રીતિ શાહ                                             . 3 - image

જો ભારતમાં બેવડી નાગરિકતાની વ્યવસ્થા હોય તો ઘણા બધા લોકો પોતાની ભારતીયતા બચાવી રાખવા માગશે. ભારત પોતાની ભૂગોળની બહાર પણ પોતાની નાગરિકતાનો વિસ્તાર કરે. ભારતની નાગરિકતાને સંકોચવાના પ્રયાસ ન કરવો જોઈએ. એનાથી દેશ થોડો મજબૂત થશે. કમજોર નહીં.

- પ્રિયદર્શન (પત્રકાર અને લેખક)

અવતરણ : પ્રીતિ શાહ                                             . 4 - image

ભારત માટે આવનારો દાયકો પરિવર્તનકારી હશે તેથી બુનિયાદી શિક્ષણ, નવાચાર અને ટેક્નોલોજી આધારિત શાસનને મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે. આમાં યુવાનોનું સમર્પણ નવા ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

- ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)

અવતરણ : પ્રીતિ શાહ                                             . 5 - image

આપણે રોજિંદા જીવનમાં દર મિનિટે પર્યાવરણને બગાડવાનું કામ કરીએ છીએ. આપણે કેવી રીતે મૂસાફરી કરીએ છીએ, શું ખરીદીએ છીએ, શું ખાઈએ છીએ અને કેટલી ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ, આ બધી બાબતો હવામાન પરિવર્તનમાં ફાળો આપે છે. ક્લાઈમેટને બચાવવાની ચાવી આપણા રોજિંદા જીવનમાં છે, બહાર નહીં.

- પ્રો. ચેતનસિંહ સોલંકી (ઊર્જા સ્વરાજના સ્થાપક)


અવતરણ : પ્રીતિ શાહ                                             . 6 - image

જાતિ, સંપ્રદાય, રંગ, અમીરી-ગરીબી તેમજ સ્ત્રી-પુરુષ જેવા ભેદભાવ અને અન્યાયનો અંત માત્ર કુરણાની શક્તિથી સંભવ છે. બીજાની તકલીફો, મુશ્કેલીઓને પોતાની પીડાની જેમ જ અનુભવવાથી તે ઉપજે છે.

- કૈલાસ સત્યાર્થી (નોબલ પારિતોષિક વિજેતા)

અવતરણ : પ્રીતિ શાહ                                             . 7 - image

તમને ખબર ન પડે કે તમને શું ગમે છે અને શું નથી ગમતું ત્યાં સુધી લગ્ન જેવો મોટો નિર્ણય ન લો. પહેલાં લોકોને સમજો, જીવનને સમજો અને પછી નિર્ણય લો. લગ્ન એ માત્ર સંબંધ નથી, મોટી જવાબદારી છે. નાની ઉંમરે કે સામાજિક દબાણને કારણે લગ્ન ન કરવા જોઈએ.

- શેફાલી શાહ (અભિનેત્રી)


અવતરણ : પ્રીતિ શાહ                                             . 8 - image

ફિલ્મનું બજેટ પહેલેથી જ વધી રહ્યું છે ત્યારે નકામા ખર્ચને ઘટાડવો જોઈએ. ખર્ચવામાં આવતો દરેક રૂપિયો ફક્ત દેખાડો માટે નહીં, પરંતુ ફિલ્મ માટે જ હોવો જોઈએ. જો આપણે આજે ફિલ્મના અર્થશાસ્ત્રનું રક્ષણ કરીશું તો આપણે આવતીકાલે ફિલ્મના ભવિષ્યનું રક્ષણ કરી શકીશું.

- કમલ હસન (અભિનેતા)