સોમનાથ એક એવી સંસ્કૃતિની દાસ્તાન છે કે જેણે ક્યારેય આત્મસમર્પણ નથી કર્યું. પુનનિર્માણ ૭૫ વર્ષ પછી આજે સોમનાથ માત્ર મંદિર નહીં, પરંતુ ભારતની દ્રઢતા, નિરંતરતા અને રાષ્ટ્રીય આત્મવિશ્વાસનું પ્રતીક બનીને ઊભું છે.
- પીયૂષ ગોયલ
(કેન્દ્રીય મંત્રી)

ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ એ માત્ર તારીખ નથી, પરંતુ ભારતની રણનીતિક વિચારસરણીમાં નિર્ણાયક પરિવર્તન પર વિચાર કરવાની ક્ષણ છે. આ ઘટનાઓએ રાજનીતિક ઈચ્છાશક્તિ, સૈન્ય તૈયારી, ટેકનોલોજી ક્ષમતા અને રાષ્ટ્રીય સંકલ્પના સમન્વય દેશ-દુનિયા સામે રેખાંકિત કર્યું.
- સૈયદ અતા હુસનૈન (બિહારના રાજ્યપાલ)

ઈડીનું કામ દેશની અંદર ક્યાંય મની લોન્ડ્રિંગ થઈ રહ્યું હોય તો તેની તપાસ કરવાનું છે. આવા આશયથી ઈડી કામ કરે તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ કેન્દ્રીય એજન્સી અન્ય પાર્ટીને તોડવા અને લોકોને ડરાવીને ભાજપમાં સામેલ કરવાનું કામ કરે છે. પંજાબ ન પહેલાં ઝૂક્યું હતું કે ન અત્યારે ઝૂકશે.
- અરવિંદ કેજરીવાલ (દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી)

અંગની સમૃદ્ધ પરંપરા, બંગની પ્રખર બુધ્ધિમતા અને કલિંગની અતૂટ કર્મશક્તિ - આ ત્રણેય મળીને વિકસિત ભારતના ભવ્ય ભવિષ્યની મજબૂત આધારશિલા રચી રહ્યાં છે. સંસ્કૃતિ, જ્ઞાાન અને પરિશ્રમનો આ અદ્ભુત સંગમ ભારતને નવી ઊંચાઈએ પહોંચાડશે.
- ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)

'ભારત' નામ માત્ર ભૌગોલિક નથી, તે એક પરંપરા છે, એક આધાર છે જેના પર જીવનનો પ્રવાહ નિરંતર ચાલે છે. ભારતને સમજવા સંસ્કૃત જાણવું અનિવાર્ય છે. સંસ્કૃત શીખવાથી ભારતીય ભાષાઓ માત્ર સમૃદ્ધ નહીં થાય, પરંતુ તેમની વચ્ચે સેતુનું કામ કરશે.
- મોહન ભાગવત
(સંઘના પ્રમુખ)

મમતા જનાદેશનો અસ્વીકાર કરીને ભવિષ્યની લડાઈ માટે ખુદને તૈયાર કરી રહ્યાં છે. તેમના સમર્થકોને સંદેશો આપી રહ્યા છે કે તેઓ આટલી સરળતાથી હાર નહીં માને અને પાછાં ફરશે. તેઓ પાર્ટી કેડરનું મનોબળ ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ટીએમસીની કરોડરજ્જુ છે.
- નીરજા ચૌધરી (રાજકીય સમીક્ષક)

શિક્ષણનો સાચો અર્થ છે આંતરિક આઝાદી મેળવવા માટે અને ટીકાત્મક વિચારો માટે પોતાની જાતને તૈયાર કરવી. આ પ્રક્રિયામાં આસ્થા અને તર્ક ન તો એકબીજાની ઉપેક્ષા કરે છે કે ન તો વિરોધ! સત્યની ખોજમાં બંનેએ હમસફર બનીને રહેવાનું છે.
- પોપ લિયો
(ખ્રિસ્તીઓના ધર્મગુરુ)

ત્રણ કલાકમાં છત્રપતિ શિવાજી મહારાજનું સમગ્ર જીવન દર્શાવવાનું શક્ય નહોતું, તેથી અમે તેમની યાત્રાનો મુખ્ય ભાગ પસંદ કર્યો. અમે બાળપણથી જ તેમની વાર્તાઓ સાંભળી છે અને એ અમારા પ્રથમ સુપરહીરો છે. કોમેડી ફિલ્મોએ મને ટકાવી રાખ્યો, પરંતુ 'રાજા શિવાજી'એ સંપૂર્ણ બદલ્યો છે.
- રીતેશ દેશમુખ (અભિનેતા)


