Get The App

આર્થિક મોરચે ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે નિષ્ણાતોની સલાહ ધ્યાનમાં લેવી જરૂરી

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
આર્થિક મોરચે ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે નિષ્ણાતોની સલાહ ધ્યાનમાં લેવી જરૂરી 1 - image

- 2025માં રિફોર્મ્સના નામે  કંઈ જ નોંધપાત્ર થયું હોવાનું જણાતું નથી 

- વિનિમય દર એ સંવેદનશીલ મુદ્દો છે. વિદેશી હૂંડિયામણના પ્રવાહ, ફુગાવા, પૂરવઠા તથા માગ, રાજકોષિય  ખાધ વગેરેથી તેના પર અસર થાય છે

આર્થિક મોરચે ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે ત્યારે નિષ્ણાતોની સલાહ ધ્યાનમાં લેવી જરૂરી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

પ્રોફેસર અરવિંદ પાંગરિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અર્થશાસ્ત્રી છે એ વાત કોઈનાથી અજાણ નથી. દિલ્હીમાં તેઓ નિવાસી મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છે. તેઓ નીતિ આયોગના પ્રથમ વાઈસ ચેરમેન (જાન્યુઆરી, ૨૦૧૫ થી ઓગસ્ટ, ૨૦૧૭) રહ્યા હતા. તેમણે ભારતના જી૨૦ શેરપા  (ભારત સરકારના પ્રતિનિધિ) (૨૦૧૫-૨૦૧૭) તરીકે સેવા આપી હતી. એપ્રિલ ૨૦૨૩માં તેઓ નાલંદા યુનિવર્સિટીના ચાન્સેલર અને ડિસેમ્બરમાં ૧૬માં નાણાં પંચના ચેરમેન બન્યા હતા. સરકાર દ્વારા નિમાયેલ અનેક ટાસ્ક ફોર્સના તેઓ વડા રહી ચૂકયા છે. એનડીએ સાથે તેમનું લાંબા સમયનું જોડાણ નોંધપાત્ર છે. 

ડો. પાંગરિયા કોલમ્બિયા યુનિવર્સિટીમાં કાર્યકારી પ્રોફેસર છે અને ડો. જગદીશ ભગવતિ તેમના માર્ગદર્શક છે. એક મુકત અર્થતંત્ર અને મુકત વેપાર પ્રત્યેની તેમની કટિબદ્ધતા બદલ હું તેમનો પ્રશંસક છું. 

૨૦૨૫ : કોઈ રિફાર્મ્સ નહીં

૨૦૨૫નું વર્ષ ઈતિહાસમાં ભારતમાં આર્થિક સુધારાના વર્ષ તરીકે ઉલ્લેખાશે એવા શબ્દો સાથે તાજેતરના એક લેખમાં ડો. પાંગરપિયાએ સરકારની પ્રશંસા કરી હતી. તેમને જાણ છે કે તે સાચુ નથી. ૨૦૨૫માં થોડાક જ રિફોર્મ્સ જોવાયા હતા. મીડિયા તથા સંસદીય કામકાજો  પર નજર નાખતા જણાશે કે ૨૦૨૫માં આર્થિક સુધારા મોરચે કંઈ જ નોંધપાત્ર થયું નહીં હોવાનું જણાશે. ઉદાહરણ તરીકે,

* જીએસટી દરના સરળીકરણ અને ઘટાડો જુલાઈ ૨૦૧૭માં અપાયેલી ખાતરીનું પાલન હતુંત 

* કસ્ટમ્સ ડયૂટીસમાં વ્યવહારીકરણ પણ અગાઉ કરાયેલા સતત વધારામાંથી પીછેહઠ હતી અને એન્ટી ડમ્પિંગ તથા સેફગાર્ડ ડયૂટીનો વધુ પડતો ઉપયોગ સરક્ષણવાદના પગલાં તરીકે કરાયો હતોત

* શ્રમ કાયદામાં કન્સોલિડેશન મૂડીવાદીઓની તરફેણમાં લેવાયેલું પગલું છે અને ભાજપ સાથે સંલગ્ન ભારતીય મઝદૂર સંઘ સહિતના ટ્રેડ યુનિયનોએ તેનો વિરોધ કર્યો છેત અને 

* જેનો ઉચ્ચાર કરવાનુંપણ અઘરું છે તે વીબી જી -રામ-જી કાયદાની રચના  રિફોર્મથી ઘણો જ દૂર છે, જેને કારણે વિશ્વના સૌથી મોટા વર્ક-કમ-વેલફેર કાર્યક્રમ અટકી ગયો છે. આ કાર્યક્રમને કારણે ગ્રામ્ય પ્રજામાંના ૮.૬૦ કરોડ જોબકાર્ડ ધારકોનો જીવનનિર્વાહ થતો હતો. 

માન સાથે કહું તો, ૨૦૨૫માં એવા એક પણ સુધારા હાથ ધરાયા નથી જેને ખરેખર નોંધપાત્ર આર્થિક સુધારા તરીકે  ઉલ્લેખી શકાય. ૨૦૨૬માં સરકાર જે છ  પગલાં લેવા જોઈએ  તેની ડો. પાંગરપિયાએ માહિતી આપી છે. આ એજન્ડા છેલ્લા ૧૧ વર્ષમાં સરકારના સુધારા વિરોધી વલણનું એક તહોતનામુ છે. 

ડહાપણભરી સલાહ

આપણે છ ભલામણો પર નજર નાખીએઃ 

કસ્ટમ્સ ડયૂટીમાં પીછેહઠઃ  પરિશિષ્ઠ પ્રમાણે સમાન કસ્ટમ્સ ડયૂટી અને ડયૂટીસમાં ઘટાડા યુપીએ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને દરેક માલસામાન માટેની ટ્રેડ વેઈટેડ એવરેજ કસ્ટમ્સ ડયૂટી ઘટાડી ૬.૩૪ ટકા પર લવાઈ હતી. એનડીએના  શાસનમાં તેમાં પીછેહઠ થઈ હતી અને ટ્રેડ વેઈટેડ એવરેજ કસ્ટમ્સ ડયૂટી વધારી ૧૨ ટકા પર લવાઈ હતી. અન્ય મુખ્ય પ્રધાનોની ેજેમ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદી પણ સંરક્ષણવાદી હતા અને તે જ વિચારસરણી તેમણે કેન્દ્ર સરકારમાં પણ ચલાવી છે અને સંરક્ષણવાદીઓ દ્વારા આ મુદ્દે તેમની પ્રશંસા કરાઈ છે અને પ્રોત્સાહન અપાયા છે. હકીકતમાં તો આત્મનિર્ભરતા એ સ્વાવલંબન અને સંરક્ષણવાદનું નવું નામ છે જેણે ભારતીય અર્થતંત્રને લગભગ ત્રણ દાયકા સુધી જકડી રાખ્યું હતું. ડો. પાંગરિયાએ ભલામણ કરી છે કે, સરકાર આયાતો પર સાત ટકા સમાન દરની ખાતરી આપે. 

ક્યુસીઓ પાછા ખેંચવાનું પૂરુ કરોઃ 

શ્રેણીબદ્ધ કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ કોણે લાગુ કર્યા હતા? ક્યુસીઓ હકીકતમાં આયાત સામે નોન-ટેરિફ અવરોધો છે. ૨૦૨૫માં  ૨૨ કયુસીઓ પાછા ખેંચવા બદલ ડો. પાંગરપિયાએ સરકારને અભિનંદન આપ્યા છે, પરંતુ આ ૨૨ ક્યુસીઓ પહેલા કોણે જાહેર કર્યા હતા તેનો તેમણે ઉલ્લેખ કર્યો નહતો. આ ૨૨ ક્યુસીઓ નીચે જણાવેલા વર્ષોમાં નોટિફાઈડ થયા હતા.

વર્ષ નંબર

૨૦૨૧

૨૦૨૨

૨૦૨૩

૨૦૨૪

૨૦૨૫

બાકીની સ્થિતિ ગંભીર છે. ૨૨ ક્યુસીઓ પાછા ખેંચાયા બાદ બીજા ૭૦૦ કયુસીઓ ચાલુ છે. 

વેપાર કરાર રદ કર્યાઃ ''આયાત ઉદારીકરણ સામે આપણો વિરોધ''ને ડો. પાંગરપિયાએ માન્યતા આપી છે. આપણો એટલે કોણ? એનડીએ સરકાર સિવાય કોઈ નહી. બે દાયકાના આયાત ઉદારીકરણને તેણે પાછુ ખેંચ્યું છે, વિદેશ વેપાર નીતિને સખત બનાવી છે. ૨૦૧૮માં સીપીટીપીપી સહી કરવાના આમંત્રણને અવગણાયું હતું અને ૨૦૧૯માં આરસીઈપીમાંથી ખસી ગયા અને દ્વીપક્ષી વેપાર કરાર પ્રત્યે અણગમો વ્યકત કર્યો.

ડીજીટીઆરને સંયમમાં રાખોઃ માલસામાનના વૈશ્વિક વેપારમાં ૨.૮૦ ટકા જેટલો સામાન્ય હિસ્સો હોવા છતાં, ભારતે અંદાજે ૨૫૦ જેટલા પ્રોડકટસ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરી છે. આમાં કસ્ટમ્સ, કાઉન્ટરવેલિંગ તથા સેફગાર્ડ ડયૂટીનો ઉમેરો કરીએ તો ભારત ઊંચા ટેરિફ અવરોધો ધરાવે છે. સંરક્ષણવાદી પદ્ધતિ લાગુ કરવા ડીજીટીઆરને સૂચના અપાયેલી છે, અન્ય દરેક અમલદારશાહીઓની જેમ તે પણ તેની ભૂમિકા ભજવી રહ્યું છે. ડીજીટીઆરની  જવાબદારી બદલવી રહી.

રુપીનું ઓવરવેલ્યુ નહીં કરોઃ વિનિમય દર એ સંવેદનશીલ મુદ્દો છે. વિદેશી હૂંડિયામણના પ્રવાહ, ફુગાવા, પૂરવઠા તથા માગ, રાજકોષિય  ખાધ વગેરેથી તેના પર અસર થાય છે. રૂપિયાના ઊંચા મૂલ્યથી નિકાસ પર અસર પડશે. રૂપિયામાં ઘસારાની ઓછી અસર રહે છે. રૂપિયાનું મૂલ્ય બજાર નિશ્ચિત કરે છે અને રિઝર્વ બેન્ક જરૂર પડયે જ દરમિયાનગીરી કરે છે. 

નિકાસ પર દેખરેખઃ નીતિ, નિયમો, સૂચનાઓ, ફોર્મ્સ, ફરજપાલનો વગેરેમાં વધુ પડતા ફેરબદલથી નિકાસ અવરોધાય છે. આનો જવાબ છે  દર વર્ષના અંતે આનંદસૂચક હોળી ઉજવો.

ડો. પાંગરપિયાનો સદર લેખ કદાચ ૨૦૨૬-૨૭ના બજેટમાં શું અપેક્ષા રાખી શકાય અથવા તેમની હતાશાના સંકેત હોઈ શકે. જો સરકાર તેમની સલાહને ધ્યાનમાં લેશે તો હું ખૂશ થઈશ અને હવે પછીના ૬ અથવા ૬૦ પગલાં નિશ્ચિત કરવા તેમને અનુરોધ કરીશે. યાદ રાખો કે ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે.