Get The App

ખરેખર હકદાર તેવા લાખો લોકોને એસઆઈઆર કવાયત હેઠળ મતદાર બનતા અટકાવી દેવાયા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
ખરેખર હકદાર તેવા લાખો લોકોને એસઆઈઆર કવાયત હેઠળ મતદાર બનતા અટકાવી દેવાયા 1 - image

- મતાધિકાર ધરાવતી વ્યક્તિના નામ મતદારયાદીમાં સમાવી લેવાની જવાબદારી ચૂંટણી પંચની

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્ખરેખર હકદાર તેવા લાખો લોકોને એસઆઈઆર કવાયત હેઠળ મતદાર બનતા અટકાવી દેવાયા 2 - image

પ્રજાસત્તાક ભારતના ચાર દાયકાના ઈતિહાસ સુધી દેશના ચૂંટણી પંચની બહુ ઓછા લોકો નોંધ લેતા હતા. ભારતના બંધારણના હિસ્સા ૧૫માં ધરાવાતી જોગવાઈઓથી બહુ બધા લોકો જાણકાર નહોતા. 

લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી પાંચ વર્ષે યોજવાનો નિયમ છે. ચૂંટણી દરમિયાન મતદારો મત આપવા ઉમટી પડે છે, પરંતુ બહુ થોડા ઘણા લોકો ચૂંટણીને લગતા કાયદા, નિયમો, વ્યવસ્થાઓ, તૈયારીઓ અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા જાણે છે. મતદારયાદીમાં જેનું નામ હોય તે મતદાન કરી શકે છે. લાખો લોકો મતદાન કરી શકે છે જ્યારે હજારો લોકો એવા પણ છે જે મતદાન કરી શકતા નથી. એક મતદારક્ષેત્રમાં જે કોઈ ઉમેદવાર ચૂંટણીમાં વિજયી થાય છે  ત્યારે મોટી સંખ્યાના મતદારો તેનો સ્વીકાર કરે છે અને આગળ વધે છે. 

હિંસા અથવા નકલી મતદાનના થોડાઘણાં કિસ્સાઓને બાદ કરતા ચૂંટણીઓ શાંતિપૂર્ણ રહેતી હોય છે. જો કે આ શાંતિ  પાછળ અનેક અન્યાયો છૂૂપાયેલા હોય છે. મોટી સંખ્યાના લોકોના નામ મતદારયાદીમાં સમાવાયા હોતા નથી. મોટી સંખ્યાના મતદારોને તેમના મતદાનનો હક બજાવવાથી વાકેફ રાખવામાં આવે છે ખાસ કરીને સમુદાય અને ધાર્મિક લઘુમતિઓના પ્રભાવવાળા  વિસ્તારોમાં રહેતા દલિતો, આદિવાસીઓને વાકેફ રાખવામાં આવે છે. થોડાક દિવસો સુધી શોરબકોર થાય છે પરંતુ પછી તે શાંત પડી જાય છે. 

ઝૂંબેશ ચલાવનારનો પ્રવેશ

ભારતનું ચૂંટણી પંચ ચીફ ઈલેકશન કમિશનર દ્વારા ચલાવવામાં આવે છે. કમિશનર સામાન્ય રીતે સરકારી નોકર હોય છે પરંતુ તે મોટેભાગે ચૂપકીદી સેવતા હોય છે. કમિશનરો ભાગ્યે જ વિવાદ અથવા અદાલતોમાં ઘસડાતા હોય છે. કોઈ પક્ષમાં ભંગાણ પડે છે અથવા તો અનામત ચિહ્ન માટે જ્યારે પક્ષો લડે છે ત્યારે  ચૂંટણી કમિશનર પ્રકાશમાં આવતા હોવાનું જોવા મળે છે. 

ટી. એન. શેષનની ૧૯૯૦માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી અને બંધારણના હિસ્સા ૧૫માં પ્રાણ ફૂંકયો હતો. કાયદા, નિયમો તથા સૂચનાઓનું તેમણે સખતપણે પાલન કરાવ્યું હતું. તેમણે જનતાને ભારતના ચૂંટણી પંચ અને તેની અસંખ્ય સત્તાઓ વિશે જાગૃત કર્યા હતા.  તેમણે સુપ્રીમ કોર્ટ સુધી કેસો ખેંચ્યા હતા અને એવા ચુકાદા આવ્યા હતા જેનું પાલન કરવાનું ફરજિયાત બની ગયું હતું. તેઓ  તટસ્થ ચૂંટણી કમિશનર હતા અને કોઈની તરફેણ કરતા નહોતા અને લોકપ્રિય બની ગયા હતા. અન્ય વિશિષ્ટ મુખ્ય ચૂંટણી કમિશનરોમાં જે. એમ. લિંગદોહ, ટી. એસ. કૃષ્ણમૂર્તિ, નવીન ચાવલા તથા એસ. વાય. કુરેશીનો પણ સમાવેશ થાય છે. જોે કે છેલ્લા એક દાયકાથી સ્થિતિ બદલાઈ છે અને મુખ્ય ચૂંટણી કમિશનરો વિવાદમાં ધકેલાઈ રહ્યા છે. 

એસઆઈઆર સાથે અટકચાળો

૨૦૨૫-૨૬ના ધ સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને પરિણામે મુખ્ય ચૂંટણી કમિશનરની તટસ્થતા છતી થઈ છે. બંધારણની કલમ ૩૨૬ હેઠળ '' ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના આધારે થશે, એટલે કે, જે કોઈપણ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે અને જેની વય ૧૮ વર્ષથી નીચે નથી....... તે આવી કોઈપણ ચૂંટણીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા હકદાર રહેશે.'' અહીં પુખ્ત મતાધિકાર, નાગરિક તથા મતદાર તરીકે નોંધણી કરાવવાના હક પર ભાર અપાયો છે. 

આ શબ્દોનો સરળ અર્થ એ છે કે, મતદારપત્રિકામાં એવી દરેકપુખ્ત વ્યક્તિના નામનો સમાવેશ કરી શકાય સિવાય કે તે ભારતનો નાગરિક ન હોય. સામાન્ય રીતે દરેક રાજ્યની મતદારયાદીમાં મતદારોની સંખ્યા જે તે રાજ્યમાં પુખ્તોની સંખ્યાની આસપાસ હોવી જોઈએ. જો જનગણના દર દસ વર્ષે થતી હોત તો પુખ્તોની સંખ્યા સ્પષ્ટ રહેત. પરંતુ ભારતમાં છેલ્લે ૨૦૧૧માં જનગણના થઈ હતી. આમછતા લોકસંખ્યાનો અંદાજ મેળવવા આધુનિક સ્ટેટિસ્ટિકલ સાધનો છે અને નિષ્ણાતોની સંસ્થાઓ દ્વારા આ સાધનોનો ઉપયોગ થાય છે. એટલા માટે જ જે તે રાજ્યમાં પુખ્તોની જેટલી સંખ્યા છે તેની આસપાસ જ  મતદારોની સંખ્યા સુધારિત મતદારયાદીમાં હોવી જોઈએ તેવી દલીલ તર્કબદ્ધ છે. 

એસઆઈઆર કવાયત બાદની  સુધારિત મતદાર યાદીમાં કંઈક અલગ જ ચિત્ર જોવા મળે છે. યોગેન્દ્ર યાદવ દલીલ કરે છે કે રાજ્યોમાં પુખ્તોની અંદાજિત સંખ્યા અને સુધારિત મતદારયાદીમાં મતદારોની સંખ્યા વચ્ચે મોટો તફાવત આઘાતજનક છે. અને આને કારણે એવી ધારણાં ઊભી થઈ છે કે, એસઆઈઆર સર્વસમાવિષ્ટ નથી અને લાખો પુખ્ત નાગરિકો બાકાત રહી ગયા છે.  જે સાથેના કોઠામાં રજૂ કરેલ છે.

વિકૃત પરિણામ

હકીકતમાં તો ઉકત ટેબલની અંતિમ કોલમમાં દરેક સંખ્યા ૧૦૦ ટકા હોવી જોઈએ, પરંતુ આપણે એકદમ સ્પષ્ટ વિશ્વમાં જીવતા નથી. સરકાર, રાજકીય પક્ષો અને નાગરિક જુથો દ્વારા સઘન પ્રયાસો છતા, મતદારયાદીમાં  થોડાઘણાં પ્રમાણિક પુખ્ત નાગરિકો રહી ગયા હોઈ શકે. જો કે આવા પ્રયાસ હાલની એસઆઈઆર કવાયતમાં જોવા મળ્યા નથી. પુખ્ત મતાધિકારના ધોરણ પર મતદારયાદીમાં વ્યક્તિઓના નામનો સમાવેશ થાય તે જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. આનાથી વિપરીત એસઆઈઆર હેઠળ ચૂંટણી પંચે પ્રતિકૂળ વલણ અપનાવ્યું હતું અને મતદારો પર નાગરિકત્વ પૂરવાર કરવાની જવાબદારી નાખી હતી. જે લોકો તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા તેમને યાદીમાંથી બાકાત રખાયા છે.

ઉક્ત ટેબલની છેલ્લી કોલમ પરથી જણાય છે કે પુખ્ત લોકસંખ્યામાંથી લાખો લોકો -સરેરાશ ૧૦ ટકા મતદારયાદીમાંથી અદ્રષ્ય છે. જે લોકોના નામ અદ્રષ્ય છે તેઓ પુખ્ત વયના છે, હા. તેઓ ભારતના નાગરિક છે, હા. સિવાય કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા હોય. તો પછી તેઓ શા માટે બાકાત છે? 

બિનનાગરિક પુરવાર થયા હોય તેમને મતદાર બનતા અટકાવવાને બદલે ચૂંટણી પંચે ખરેખર નાગરિકો છે તેવા લાખો લોકોને મતદાર બનતા અટકાવી દીધા છે. 

રાજ્ય

એસઆઈઆર પહેલા લોકસંખ્યા

સામે મતદારોનું પ્રમાણ

લોકસંખ્યા સામે

અંતિમ મતદારોનું પ્રમાણ* 

છત્તીસગઢ

૯૯.૫૦ ટકા

૮૭.૩૦ ટકા

ગુજરાત

૯૬.૦

 ૮૨.૭૦

કેરળ

૧૦૦.૭૦

૯૭.૨૦

મધ્ય પ્રદેશ

૯૬.૦

૮૯.૮૦

રાજસ્થાન

૯૭.૨૦

૯૧.૨૦

તામિલનાડૂ

૧૦૬.૮૦

૯૪.૩૦

એકંદર

૯૮.૭૦ ટકા

૯૦.૩૦ ટકા

(*લોકસંખ્યાનો અંદાજ પોપ્યુલેશન પ્રોજેકશન, જુલાઈ ૨૦૨૦ પરના ટેકનિકલ

 જુથના રિપોર્ટમાં ઉપલબ્ધ છે.)