Get The App

બંધારણીય સુધારા ખરડા સંદર્ભમાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ નિષ્ફળ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
બંધારણીય સુધારા ખરડા સંદર્ભમાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ નિષ્ફળ 1 - image

- બંધારણિય (131માં) સુધારા ખરડાએ આ ભયને પુનર્જિવિત કર્યો છે. સદર ખરડો નિષ્ફળ થયો તે સારુ થયું 

- 16 એપ્રિલ, 2026ના રોજ કાયદો એકદમ સ્પષ્ટ હતો. બંધારણિય (૧૦૬મો) સુધારો સપ્ટેમ્બર, ૨૦૨૩ના પસાર કરાયો હતો અને તે ભારતના બંધારણનો ભાગ હતો. બંધારણમાં કલમ ૩૩૪એનો ઉમેરો કરાયો હતો પરંતુ કોઈ અકળ કારણસર જે માત્ર સરકાર જ જાણે છે તે નોટિફાઈડ કરાયો નહતો.

બંધારણીય સુધારા ખરડા સંદર્ભમાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ નિષ્ફળ 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

સરકાર અને ભાજપે બંધારણિય (૧૩૧માં) સુધારા ખરડા સંદર્ભમાં એક ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભ્રમ એકદમ ભૂલભરેલો હતો. તે વિકૃત હકીકતો તથા કાયદાના ભૂરભરેલા અર્થઘટનો પર આધારિત હતો. 

૧૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ કાયદો એકદમ સ્પષ્ટ હતો. બંધારણિય (૧૦૬મો) સુધારો સપ્ટેમ્બર, ૨૦૨૩ના પસાર કરાયો હતો અને તે ભારતના બંધારણનો ભાગ હતો. બંધારણમાં કલમ ૩૩૪એનો ઉમેરો કરાયો હતો પરંતુ કોઈ અકળ કારણસર જે માત્ર સરકાર જ જાણે છે તે નોટિફાઈડ કરાયો નહતો. (૧૬ એપ્રિલની રાતે તેને નોટિફાઈડ કરાયો હતો). સદર સુધારા મારફત લોકસભામાં હાલની ૫૪૩ બેઠકોમાં મહિલાઓને અનામત પૂરુ પડાયું છે. મહિલાઓ માટે અનામત એ જાણીતી હકીકત છે. કલમ ૩૩૪એ  બાબતે ફેરવિચારનો કોઈ પ્રશ્ન નહતો. 

જો કે સરકારના મનમાં કંઈક તોફાની વિચાર આવ્યો જે અનેક હેતુઓ પાર પાડશે તેવી શાસકોને આશા હતી. આ હેતુઓમાં તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ખોરવવાનો, યોગ્ય સીમાંકનની છાપ ઊભી કરવાનો, ડીલિમિટેશનની પ્રક્રિયામાં છીડાં પાડવાનો જે દક્ષિણના રાજ્યોને અન્યાયી બની રહેત તથા આ અનામતને ડીલિમિટેશન સાથે જોડાણ હતું તેવી ખોટી માન્યતા ઊભી કરવાના હેતુનો સમાવેશ થતો હતો. જ્યારે દરેક હેતુઓ ખુલ્લા પડી ગયા ત્યારે સદર દલીલો પત્તાના મહેલની જેમ તૂટી પડી.

સરકાર અને ભાજપને નીચેના પ્રશ્નોના ઉત્તર માટે ફરજ પાડવી રહીઃ

૧. મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવાનો મુદ્દો શા માટે ફરી ઊભો કરાયો? 

બંધારણિય (૧૦૬માં) સુધારા  ધારા જે મારફત બંધારણમાં કલમ ૩૩૪એ ઉમેરવામાં  આવી હતી તે ના થકી આ પ્રશ્ન ઉકેલી લેવાયો હતો. કલમ ૩૩૪એમાં શું ખામી હતી? કલમ ૩૩૪એના અમલમાં તેમને શું અડચણો હતી? લોકોના મનમાં તમે શા માટે શંકાના બીજ રોપ્યા એમાંય ખાસ કરીને મહિલાઓના મનમાં શા માટે શંકાઓ ઊભી કરવામાં આવી કે મહિલા અનામત પ્રક્રિયા હજુ બાકી છે. કલમ ૩૩૪એ  સંપૂર્ણ હતી અને તેમાં કંઈ જ કરવાનું બાકી નહોતું. 

૨. સંસદના બન્ને ગૃહોની ૧૬થી ૧૮ એપ્રિલના બેઠક બોલાવવાની એવી શું ઉતાવળ હતી?

તામિલનાડૂમાં ૨૩ એપ્રિલ અને પશ્ચિમ બંગાળમાં ૨૯ એપ્રિલની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. મહિલાઓ માટે અનામત ડીલિમિટેશન બાદ જ થઈ શકવાનું છે. આખા દેશમાં ડીલિમિટેશન પ્રક્રિયામાં વર્ષો નહીં તો મહિનાઓ તો લાગી શકે છે. મહિલાઓ માટે જેમાં   પ્રથમ વખત અનામત લાગુ થવાનું છે તે લોકસભાની ચૂંટણી ૨૦૨૯માં નિર્ધારી છે. જો કલમ ૩૩૪એમાં સુધારો કરવો પણ હોત તો, પણ ૨૯ એપ્રિલ, ૨૦૨૬ બાદ બન્ને ગૃહોની બેઠક બોલાવવા માટે ઘણો સમય બાકી હતો. બંગાળ તથા તામિલનાડૂના સાંસદો જેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેમને  ખાસ બોલાવવાની કોઈ આવશ્યકતા નહોતી. ખાસ બેઠક બોલાવવા પાછળ મેલીમુરાદ હતી જે ખુલ્લી પડી ગઈ છે. 

૩. લોકસભાની બેઠકો ૫૦ ટકા સુધી વધારવાની આવશ્યકતા શું હતી અને તેમ કરીને દરેક રાજ્યમાં બેઠકોની સંખ્યા વધારવા પાછળ શું કારણ હતું?

કોઈપણ વ્યક્તિ અથવા પક્ષે લોકસભામાં ૫૦ ટકા સુધી બેઠકો વધારવાની માગણી કરી નથી. હકીકતમાં તો લોકસભાની બેઠકો વધારી ૮૧૫ કરવાના વિચારનો મોટાભાગના લોકો તરફથી વિરોેધ થઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યાથી સાંસદોને ગૃહમાં તેમની બાજુ રજૂ કરવા માટે ઓછો સમય મળી રહેત. આ પાછળનો હેતુ એવી માન્યતા ઊભી કરવાનો હતો કે સંખ્યાબળ વધારવાથી લોકસભામાં મહિલા અનામત બેઠકોમાં ૫૦ ટકા વધારો થઈને તે હાલની ૧૮૧ બેઠક પરથી વધી ૨૭૨ થઈ જાત. દરેક રાજ્યમાંથી સાંસદોની સંખ્યામાં વધારો થાત પરંતુ દરેક રાજ્યનું સંબંધિત બળ યથાવત રહેત. જો કે એવો ભ્રમ ઊભો કરવામાં આવત કે  લોકસભામાં દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ વધ્યું છે. અફસોસ એ છે કે સરકાર દેશના લોકોને અજ્ઞાાન તથા મુરખ સમજે છે જેઓ સરકારે ઊભા કરેલા ભ્રમમાં આવી જશે. 

૪. બંધારણિય (૧૩૧માં) સુધારા ેખરડો, ૨૦૨૬ ભલે ગમે તે હોય તો પણ ડીલિમિટેશનની અસર શું હોત? 

જ્યાં સુધી કલમ ૮૧(૨) એ યથાવત રહે છે ત્યાંસુધીડીલિમિટેશનની પ્રક્રિયા વન પરસન, વન વોટના ધોરણ પ્રમાણે જ કરવાની રહે છે. શકય  હતું ત્યાંસુધી દરેક લોકસભા મતદારક્ષેત્રએ મતદારોની  સમાન સંખ્યા ધરાવવી પડી હોત. આમ થાત તો, એવા રાજ્યોમાં બેઠકોની સંખ્યા ઘટી જાત જ્યાં લોકસંંખ્યા સ્થિર થયેલી છે અને એવા રાજ્યોની બેઠકોની સંખ્યા વધી જાત જ્યાં ટોટલ ફર્ટિલિટી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા  ઊંચો છે. 

આને પરિણામે દક્ષિણના પાંચ  રાજ્યોને નુકસાન થાત જેમનુ લોકસભામાં પ્રતિનિધિત્વ ૨૪.૩૦ ટકા પરથી ઘટી ૨૦.૭૦ ટકા પર આવી જાત. આનાથી વિપરીત બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સંયુકત રીતે હિસ્સો પાંચ ટકા જેટલો વધી જાત.આ  એક મોટી સમશ્યા છે જેનો ઉકેલ કલમ૮૧(૨)એની વૈકલ્પિક ફોર્મ્યુલાથી લાવી શકવાનો રહેત. સરકારમાં અથવા ભાજપમાં આ મુદ્દાને કોઈ પણ હાથ લગાડવા ઈચ્છતું નહોતું. 

૫. મહિલાઓ માટેના અનાંમતને ડીલિમિટેશન સાથે સરકાર શા માટે જોડી દેવા માગતી હતી?

કારણ કે તેનાથી ખોટો ભ્રમ ઊભો કરાયો હતો. બન્ને મુદ્દાને અલગથી જોવાના રહે છે.

૬. બંધારણમાં સુધારો કરવાના પ્રયાસને વિપક્ષોએ નિડરતાથી શા માટે વિરોધ કર્યો?

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બંધારણ જોખમમાં છે તેવી રજૂઆત સાથે લડવામાં આવી હતી. બંધારણિય (૧૩૧માં) સુધારા ખરડાએ આ ભયને પુનર્જિવિત કર્યો છે. સદર ખરડો નિષ્ફળ થયો તે સારુ થયું.