Get The App

સાદગીની અપીલ કરતા પહેલા વડા પ્રધાને પોતાની સરકારની કામગીરીની સમીક્ષા કરવી જોઈતી હતી

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
સાદગીની અપીલ કરતા પહેલા વડા પ્રધાને પોતાની સરકારની કામગીરીની સમીક્ષા કરવી જોઈતી હતી 1 - image

- વિદેશમાંથી મૂડી પ્રવાહ ફરી શરૃ કરવા જટિલતાને તિલાંજલિ આપવી રહી

- વેપાર કરારમાં અપાયેલી ખાતરીઓ અને નિયમનકારી માળખામાં અપાતી મંજુરીઓ વચ્ચે અંતર જોવા મળે છે

સાદગીની અપીલ કરતા પહેલા વડા પ્રધાને પોતાની સરકારની કામગીરીની સમીક્ષા કરવી જોઈતી હતી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

બધુ એકસાથે ભેગુ થયું છે. ટેરિફ મુદ્દે અમેરિકા સાથે આપણાં સંબંધો તાણભર્યા બન્યા છે, એઆઈ ગાંડપણની આપણે ખોટી બાજુએ છીએ, ઈરાન સંઘર્ષ વેળાએ આપણે ઊર્જાના મોટા આયાતકાર બની રહ્યા છીએ અને આપણી માથે અલ નીનોનું સંકટ તોળાયેલું છે. વિદેશી મૂડી પાછી મેળવવા -કદાચ ટેકસમાં કપાત મારફત- બાબતે સરકારે શાંત મને વિચારવુ જરૃરી છે. નિયમનો અને તપાસ સંસ્થાઓને કારણે વેપાર વાતાવરણ મુશકેલ બની જતા ખાનગી ઈન્વેસ્ટમેન્ટ અટકી પડયું છે. આશાવાદી તથા નિરાશાવાદી બન્નેને ભારત સતત નિરાશ કરી રહ્યું છે. વિશ્વમાં આપણે આજે પણ બીજુ અથવા ત્રીજુ સૌથી ખર્ચાળ શેરબજાર ધરાવીએ છીએ, જે સાવચેતીની એક નોંધ છે. 

આ શબ્દો મારા નથી, માટે ટ્રોલ્સ કરનારા નચિંત રહે. આ નિવેદન રુચીર શર્માએ કર્યું છે. (જેઓ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ નેશન્સ, વોટ વેન્ટ રોન્ગ વીથ કેપિટલિસ્ટ વગેરેના લેખક છે). ભાજપ સરકાર દ્વારા અર્થતંત્રના કરાયેલા સંચાલન  બાબતે આ એક આરોપ સમાન છે. પરંતુ  સદર નિવેદન પર મારા મત વ્યકત કરવા હું પ્રેરાયો છું. ખાસ કરીને અમેરિકા સાથેના તાણભર્યા સંબંધો, વિદેશી મૂડી પાછી મેળવવા અંગે, પ્રતિકૂળ નિયમનકારી વાતાવરણ, તપાસકારી સંસ્થાઓની ભૂમિકા વગેરે. જાહેર તથા સંસદીય ચર્ચાઓમાંથી આ મદ્દાઓને સ્પષ્ટપણે બાજુએ ધકેલી દેવાયા છે. 

એક ખૂણામાં

એક ખૂણામાં ધકેલી દેવાયેલા કેટલાક મુદ્દાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોના સપ્તાહ બાદ સ્વીકાર કર્યો છે.  સરકારની ભૂલોના પાપે મોદીએ લોકો પાસે બલિદાન માગ્યા છે.  

નક્કર હકીકતો એ છે કે-

* અમેરિકા/ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન યુદ્ધ ૩૧મી મેના રોજ ત્રણ મહિના પૂરા કરશે અને તેનો અંત હજુ નજરે પડતો નથીત

* પશ્ચિમ એશિયાના દરેક દેશો એક યા બીજી રીતે આ યુદ્ધમાં સંડોવાયેલા છેત

* બ્રેન્ટ ક્રુડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૭ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છેત

* ડોલર સામે રૃપિયો તૂટીને ૯૬ની નીચી સપાટીએ ઊતરી ગયો છેત

* રીટેલ ફુગાવાનો સત્તાવાર આંક ૩.૫૦ ટકા અને ખાદ્ય ફુગાવો ૪.૩૦ ટકા આવ્યો છેત એલપીજી સિલિંડરનો ભાવ વધી રૃપિયા ૯૧૩ અને કમર્સિઅલ સિલિંડરનો ભાવ રૃપિયા ૩૦૭૧-૩૨૩૭  પહોંચ્યો છેત જથ્થાબંધ ફુગાવો ૮.૩૦ ટકા આવ્યો છત 

* એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૫ના ગાળામાં નેટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટઃ એફડીઆઈ ૩ અબજ ડોલર જ્યારે એફઆઈઆઈ/એફપીઆઈનો ૪.૩૦ અબજ ડોલરનો આઉટફલોત

* નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી મૂડી રોકાણનો ઈરાદો કુલ રૃપિયા ૬.૬૦ - ૬.૮૦ લાખ કરોડ રહ્યો છેત

* નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાતત અને

* વર્ષમાં સરેરાશ ૫૦ દિવસ રોજગારની ખાતરી આપતી એમજીએનઆરઈજીએસ રદ કરાયા બાદ  ગરીબો માટે કોઈ રોજગાર બાંયધરી કાર્યક્રમ જાહેર થયો નથી. 

વડા પ્રધાન એકદમ સાચા છે

વડા પ્રધાને લોકોને કેટલીક બાબતોનું પાલન કરવા સૂચન કર્યું છે. પોતાના પ્રધાનો તેમની ફરજો બાબતે ઊંઘી રહ્યા હોવાથી વડા પ્રધાન પાસે લોકોને  જ  સીધી અપીલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહતો. સોનાની આયાત ઘટાડવી રહી, સાદગી સ્વીકારવી રહી, ઈંધણના વપરાશમાં કાબુ રાખવો, બિનજરૃરી આયાતો ટાળવી રહી અને વગેરે. જો કે વડા પ્રધાને હકીકતમાં તો તેમની સરકારની કામગીરીની ઊંડી સમીક્ષા કરવી જોઈતી હતી.

ઈંધણના વપરાશની બાબતમાં તો વડા પ્રધાન પોતે જ એકદમ બેદરકાર છે, તેઓ મોટેભાગે રોજ  યા તો ઉદ્ઘાટનો કરવા અથવા શપથવિધિમાં ભાગ લેવા વિમાન મારફત દિલ્હીની બહાર જાય છે અને પરત આવે છે. તેમનો કાફલો સૌથી મોટો હતો જેના પર હવે કાપ મુકાયો છે. દેશની હાલની નબળી નાણાં સ્થિતિ અંગે તેમના નાણાં પ્રધાને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ૨૦૧૩-૧૪માં અમેરિકાના ટેપર ટેન્ટ્રમ નિર્ણય (બોન્ડ ખરીદી કાર્યક્રમમાં ઘટાડો)ને પરિણામે વિશ્વભરમાં નાણાંકીય કટોકટીઊભી થઈ હોવાનું અથવા યુપીએ દ્વારા સખત પગલાં (જેની ભાજપે મજાક ઉડાવી હતી) લઈ સ્થિતિને થાળે પાડી હતી તેનો તેમણે સ્વીકાર કર્યો નથી. લેવાયેલા પગલાંના પરિણામો નીચે સાથેના કોષ્ટકમાં છે. ખાસ કરીને આર્થિક વિકાસ દરના-

 વાણિજ્ય પ્રધાન મુકત વેપાર કરાર કરવામાં વ્યસ્ત છે. છેલ્લામાં છેલ્લા આંક પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે ૯ મુકત વેપાર કરાર કર્યો છે. પરંતુ ત્યારબાદ મુખ્ય આર્થિક સલાહકારની ચેતવણી આવી પડી છે, કે વેપાર કરારમાં અપાયેલી ખાતરીઓ અને નિયમનકારી માળખામાં અપાતી મંજુરીઓ વચ્ચે અંતર જોવા મળે છે. 

કંઈક કરવા માટે

ચાલુ ખાતાની ખાધ નીચી રહે, વિદેશી હૂંડિયામણ રિઝર્વ્સમાં વધારો થાય અને વિનિમય દર સ્થિર રહે તેવું વડા પ્રધાન ઈચ્છે તે સ્વાભાવિક છે. તેઓ એકદમ સાચા છે.

ફરી પાછા આપણે રુચીર શર્મા પર આવીએ. વડા પ્રધાનની થાળી ભરેલી છે. તેમણે નિયમનકારી સંસ્થાઓ (રિઝર્વ બેન્ક, સેબી, સીબીડીટી, સીબીઆઈટી, વાણિજ્ય મંત્રાલય, કોર્પોરેટ બાબતના મંત્રાલય તથા અન્ય) પર ફેરનજર નાખવી રહી, હાલની એવી સંસ્થાઓ જે ઉદારીકરણ પહેલા જેવી એકદમ દમનકારી અને અંકૂશ ધરાવનારી હોય તેને પાછી ખેંચી શકાય અને તપાસકારી સંસ્થાઓનો રાજકીય હેતુસર ઉપયોગ બંધ કરવો જોઈએ, વિનિમય દરને સ્થિર રાખવો જોઈએ અને વેરાના દર ઘટાડવા રહ્યા. આ બાબતો કરાશે તો વિદેશમાંથી મૂડી પ્રવાહ ફરી શરૃ થશે. હાલના પ્રધાનો સાથે તેઓ આમ કરી શકે એમ નથી (મોટેભાગે, બજારના શંકાસ્પદો). તેમણે તજજ્ઞાો અને હોંશિયાર વ્યક્તિઓની  મદદ લેવી જોઈએ. 

બજાર વિશે જાણીતા નિષ્ણાતની નેતા તરીકે નિમણૂંક કરવા હું વડા પ્રધાનને સૂચન કરુ છું અને આ નેતાને તેમની ટીમના સભ્ય પસંદ કરવા છૂટ આપો અને પંદર દિવસની અંદર તાકીદના પગલાંની સલાહ આપવા જણાવો. 

-

૨૦૧૨-૧૩

૨૦૧૩-૧૪

મહેસુલી ખાધ

૩.૬૦ ટકા

૩.૨૦ ટકા

રાજકોષિય ખાધ

૪.૯૦

૪.૫૦

ચાલુ ખાતાની ખાધ

૪.૮૦

૧.૭૦

આર્થિક વિકાસ દર

૫.૫૦ ટકા

૬.૪૦ ટકા

ફોરેકસ રિઝર્વ (ડોલર)

૨૯૨ અબજ

૩૦૪ અબજ (૨૭૫ અબજ ડોલર નીચે ગયા બાદ)

વર્ષને અંતે રૃપિયા-ડોલરનો વિનિમય દર

૫૪.૩૯ રૃપિયા

૬૦.૧૦ રૃપિયા (૬૮.૮૫  રૃપિયા સુધી ગબડયા બાદ)

માહિતી-ભારત સરકાર, એમઓએસપીઆઈ, રિઝર્વ બેન્ક તથા સીજીએ