- તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ટાણેની રમત
- લોકસભામાં 543 બેઠકને વધારીને 816 કરવા સરકાર સરકાર ખરડો (ડા) લાવશે અને તેમાં 33 ટકા મહિલાઓ માટે અનામત રહેશે
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
એસ. આઈ. આર. અટકચાળો
હકીકતમાં કોઈ તાકીદનું કામકાજ હતું નહીં. બાકી રહેલી કામગીરીમાં કોઈપણ પ્રકારના વધુ દૂસાહસ વગર ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવાની હતી. એસ. આઈ. આર. એ દૂસાહસ નથી પરંતુ જાણીબુઝીને કરાયેલો અટકચાળો છે. એસ. આઈ. આર.નો ઈરાદો લાખો નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખવાનો છે.
કેટલાક અપવાદાત્મક ઉગ્ર રાજકીય ભાષણોને બાદ કરતા ચૂંટણી પ્રક્રિયા પ્રોત્સાહક રહી છે. પશ્ચિમ બંગાળમાં એસ. આઈ. આર.નો વિવાદ સુપ્રીમ કોર્ટમાં લઈ જવાયો છે. એવું જણાય છે કે, કોર્ટ સમક્ષ કોઈએ પણ એવું ધ્યાન દોર્યું નથી કે, એસ. આઈ. આર.ની અસર હેઠળના રાજ્યોમાં સરેરાશ ૧૦ ટકા જેટલા યુવાનોના નામ મતદારયાદીમાંથી દૂર કરી દેવાયા છે અને તેમને મતાધિકારથી વંચિત કરાયા છે. આ રાજ્યોમાં કેરળ, તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
કોને આવો વિચાર આવ્યો?ે
તામિલનાડૂ (૨૩૪ બેઠકો) તથા પશ્ચિમ બંગાળ (૨૯૪) જેવા મોટા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાય તે પહેલા કંઈક વિવાદ ઊભો કરવો જોઈએ તેવું ભાજપના કોઈ ચાલાક નેતાના મગજમાં ઉપજ્યું હોવું જોઈએ. સંસદીય બાબતોના પ્રધાનને મલ્લિકાર્જુન ખડગે સમક્ષ બંધારણના ૧૦૬માં સુધારા ધારાના અમલીકરણનો વિષય રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સુધારા ખરડો સપ્ટેમ્બર, ૨૦૨૩માં સંસદ દ્વારા પસાર કરાયો હતો અને સરકાર દ્વારા ૩૦ મહિના સુધી તેના પર કોઈ ધ્યાન અપાયું નહોંતું. અચાનક જ સરકાર જાગી ગઈ હતી. વિપક્ષો તથા સંસદીય બાબતોના પ્રધાન વચ્ચે પત્રવ્યવહાર થયા હતા. ખડગેએ ૨૯ એપ્રિલ બાદ સર્વપક્ષિય બેઠક માટે સૂચન કર્યું હતું. સંસદીય બાબતોના પ્રધાનનો ૨૬ માર્ચનો પત્ર રસપ્રદ હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સમયરેખા સંસદમાં તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના અનામતનો અમલ કરવામાં ઢીલ કરાવશે અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે સમયની અંદર સદર ધારાની જોગવાઈઓ લાગુ કરવાની શકયતા પર પ્રતિકૂળ અસર પાડશે. આ એકદમ જ હાસ્યાસ્પદ છે. ૧૬ એપ્રિલ કે ૨૯ એપ્રિલમાં ખાસ ફરક પડયો નહોત.
સંસદમાં મહિલાઓના અનામતના અમલ કરાવવાનો વિચાર ભાજપની હીટ ટીમને અચાનક જ કયાંથી આવ્યો? એ વાત તો સ્પષ્ટ છે કે સપ્ટેમ્બર, ૨૦૨૩માં જ્યારે સદર સુધારા ખરડો પસાર થયો હશે ત્યારે તો આ વિચાર આવ્યો જ નહીં હોય. સદર ખરડામાં સ્પષ્ટ લખાયું હતું કે, મહિલા અનામત ૨૦૨૯ સુધી અને પછીઅમલ થશે નહીં અને થઈ શકશે નહીં. કારણ કે, કલમ ૩૩૪એ જણાવે છે કેઃ
લોકપ્રતિનિધિ ગૃહમાં મહિલાઓ માટે અનામત બેઠકોને લગતી બંધારણિય જોગવાઈઓ , બંધારણના ૧૦૬મા સુધારા, ધારા, ૨૦૨૩ શરૂ થઈ ગયાનું પ્રકાશિત થયા બાદ પ્રથમ જનગણનામાં લેવાયેલા સંબંધિત આંક બાદ આ હેતુ માટે સીમાંકનની કરાનારી કવાયત પછી અમલી બની શકશે.
સદર ખરડામાં 'પછી' શબ્દ ત્રણ વખત કોણે ઉમેર્યો અને શા માટે? આ અગાઉના લેખમાં મેં આ મુદ્દો ઊભો કર્યો હતો. અમલીકરણ બાબત અમે પ્રશ્નો પૂછયા હતા, પણ સરકાર ચૂપ રહી હતી. કલમ ૩૩૪એમાં ક્રમાનુસાર અને છેલ્લી જનગણના પૂરી થવા માટે લાગી ગયેલા સમય અને છેલ્લું સીમાંકન પૂરુ કરવા લેવાયેલો સમય (છ વર્ષ) પર નજર નાખીએ તો, એ સ્પષ્ટ થાય છે કે બંધારણના ૧૦૬માં સુધારા ખરડાને આરામથી આગળ કરાયો છે.
વિજય અથવા પરાજય
સરકારે અચાનક જ ફરી પાછી સંસદની ૧૬-૧૮ એપ્રિલે ઉતાવળે બેઠક બોલાવી છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે લોકસભામાં ૫૪૩ બેઠકને વધારીને ૮૧૬ કરવા સરકાર ખરડો (ડા) લાવશે અને તેમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામત રહેશે. વડા પ્રધાને આ ચર્ચાને સમર્થન આપ્યું છે. આ માટે બંધારણિય સુધારા ખરડો દરેક ગૃહમાં સ્પેશિયલ મેજોરિટી સાથે પસાર કરવાનો રહેશે. - ગૃહની સંખ્યાના અડધી અને હાજર સભ્યો તથા મતદાનાના બે-તૃતિયાંશ સાથે પસાર થવાનો રહેશે. ભાજપ તથા તેના સાથી પક્ષો લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતિ ધરાવતા નથી. આમ છતાં સરકાર જોખમ લઈ રહી છે, શા માટે?
સરકારને અપેક્ષા છે કે લોકસભામાં વિપક્ષી સાંસદો તામિલનાડૂના ૩૯ અને પશ્ચિમ બંગાળના ૨૮ તેમના રાજ્યમાં ૨૩ એપ્રિલના વિધાનસભાની ચૂંટણીને કારણે ગેરહાજર રહેશે. સરકારનો ઈરાદો પ્રમાણિક નથી. લોકસભામાં વિજય કે પરાજય થશે તો પણ ભાજપ આ મુદ્દાને ચગાવશે. ભાજપ સદર ખરડાને પસાર કરાવી શકશે તો, તે મહિલા અનામત બેઠક ૧૮૨ પરથી ૨૭૨ સુધી લઈ જવાનો શ્રેય લઈ પોતાની પીઠ થાબડશે. અને ખરડો પસાર નહીં કરાવી શકે તો તે માટે વિપક્ષ પર દોષ આપશે.
લોકસભાની બેઠક વધી ૮૧૬ થવાના ગેરલાભ બાબત ભાજપને કોઈ ચિંતા નથી. લોકસભાનું કદ વધી જશે, એક સભ્યને ભાગ્યે જ બોલવા મળતું હોય છે અને તે પણ થોડીઘણી મિનિટસ પૂરતું. આનાથી વધુ લોકસંખ્યા સાથેના રાજ્યો અને દક્ષિણના રાજ્યો જ્યાં લોકસંખ્યા સ્થિર થઈ ગઈ છે તેમના મતદાન બળ વચ્ચેનો તફાવત વધી જશે. ભાજપની સામાન્ય નીતિ કામ કરી ગઈ છે. ભાગલા પાડો અને રાજ કરો.
આ વિચાર પર ચર્ચા થવી જોઈએ સમય અનુચિત છે.


