Get The App

2024માં મળેલી સફળતાને આગળ વધારવા આઈએનડીઆઈએ જુથ નિષ્ફળ રહ્યું

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
2024માં મળેલી સફળતાને  આગળ વધારવા આઈએનડીઆઈએ જુથ નિષ્ફળ રહ્યું 1 - image

- ભાજપને અટકાવવા જુથના ઘટક પક્ષોમાં રહેલા મતભેદો રાજ્ય સ્તર સુધી સીમિત રહે તે જરૂરી

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

પાંચ રાજ્યોમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોમાં કેરળમ , તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્યોમાં નાટકીય ફેરબદલ જોવાયા છે. આસામ તથા પુડુચેરીમાં જૈસે થે જેવી સ્થિતિ રહી છે.

આ ચૂંટણીઓ સંદર્ભમાં એક સમાન મંતવ્ય લખવાનું શકય નથી. દરેક રાજ્યમાં વિભિન્ન મંતવ્ય જોવાયા છે. કેરળમમાં સીધોસટ ચુકાદો આવ્યો છે. અનેક દાયકાઓથી અહીં યુડીએફ તથા એલડીએફ વારાફરતી શાસન કરતા આવ્યા હતા. પરંતુ ૨૦૨૧માં આ આ ક્રમ તૂટયો હતો, જ્યારે પિનારાઈ વિજયનની આગેવાની હેઠળ એસડીએફ બીજી મુદત માટે ફરી સત્તા પર આવી હતી. કોંગ્રેસે નવી નેતાગીરી (પીસીસી તથા સીએલપી)ને કમાન્ડ સોંપી હતી અને પાંચ વર્ષ સુધી નવા જોમ સાથે પક્ષે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હતી. તેનું પરિણામ નજરે પડી રહ્યું છે. યુડીએફને શાસનની અને પરિણામો પૂરા પાડવાની જવાબદારી મળી છે જે યુડીએફ ભાગીદારોને એકજુથ રાખી શકશે અને બિનસાંપ્રદાયિકતા, આર્થિક પ્રગતિ, સમૃદ્ધિ અને સંગઠનવાદને આગળ ધપાવશે. 

અનપેક્ષિત પરિણામો

તામિલનાડૂના મતદારોનો ચુકાદો જટિલ આવ્યો છે. કોંગ્રેસ તથા અન્ય ધર્મનિરપેક્ષ  પક્ષોના ટેકા સાથે ડીએમકે ૨૦૨૧માં મજબૂત બહુમતિ ચૂંટણી જીતી ગયો હતો. આ પક્ષે આર્થિક વિકાસ તથા કલ્યાણકારી પગલાં આ બે મોરચે સારી કામગીરી દર્શાવી હતી. દેખીતી રીતે જ કેટલાક અજાણ્યા પરિબળો મતદારો પર હાવી થઈ ગયા હતા. ફિલ્મ અભિનેતા જોસેફ વિજય જેના લાખો ચાહકો ખાસ કરીને યુવાનો તથા યુવતિઓ છે  તેમની  રાજકારણમાં એન્ટ્રી એક અજાણ્યું પરિબળ હતું. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી પવન ફુંકાવાનું શરૂ થઈ ગયું હતું અને તેણે ઝડપ પકડી હતી અને ચૂંટણીની તારીખના છેલ્લા દસ દિવસમાં તો તે વાવાઝોડામાં પરિવર્તીત થઈ ગયો હતો અને ૧૦૮ મતદારક્ષેત્રમાં  તારાજી બોલાવી દીધી હતી. જો કે વિજયનો પક્ષ તેનાથી આગળ વધી શકયો નહતો. બે વર્ષ જુની રાજકીય પાર્ટી માટે આ એક પ્રશંસનિય દેખાવ છે. મોટાભાગના ઉમેદવારો અજાણ્યા ચ્હેરા અને નામ હતા તથા થોડોઘણો જ પ્રચાર થયો હતો. દરેક સ્થળે ઉમેદવાર જાણે જોસેફ વિજય જ ન હોય. પ્રચાર સામગ્રીમાં વિજયના ગીતો, ટૂંકા ભાષણો, મીમ્સનો સમાવેશ થતો હતો. સરળ બહુમતિ માટે ટીવીકેને ૧૧ બેઠકો ખૂટતી હતી પરંતુ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન  અને ફેર ચૂંટણી અટકાવવા છેવટે કોંગ્રેસ (પાંચ બેઠક), સીપીઆઈ (૨), સીપીઆઈ (એમ) (૨) તથા વીસીકે (૨) ટેકો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં ખરો ચુકાદો આવ્યો છે જે દેશની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. બિનસાંપ્રદાયિક પક્ષો -કોંગ્રેસ, તૃણમુલ કોૅગ્રેસ તથા સીપીઆઈ (એમ) - ભાજપ  સામે અલગઅલગ રીતે લડયા હતા. છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપે રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. પશ્ચિમ બંગાળમાં એસ. આઈ. આર.ને કારણે મોટી સંખ્યાના મતદારોના નામ કપાઈ ગયા છે અને લોકશાહી પર ગભરાટ ફેલાયો છે. એવા અસંખ્ય બનાવો જોવાયા  હતા જ્યાં પુત્ર/પુત્રીના નામ મતદારયાદીમાં હતા પણ માતા/પિતાના નહોતા.  એક જ પરિવારમાં કેટલાક લોકો મતદારહતા તો કેટલાક નહોતા. ન્યાયતંત્ર અને બદલાયેલા ન્યાયીક ઉપાયોએ લાખો મતદારોના નામ રદ કરી નાખ્યા હતા અને હજારો નિરાશ થયા હતા. એસ.આઈ.આર. ઉપરાંત, ત્રણ મુદતનો ભાર તૃણમુલ કોંગ્રેસ માટે  એક મોટી સિદ્ધિ રહી હતી. 

ભાજપનો પ્રભાવ

તૃણમુલ કોંગ્રેસનો પરાજય એક ગંભીર ઘટના છે. પશ્ચિમમાં (મહારાષ્ટ્ર, ગુજરાત તથા ગોવા), મોટાભાગના હિન્દી પટ્ટા (હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડને બાદ કરતા), પૂર્વ તથા ઉત્તર પૂર્વમાં ભાજપ એકલા હાથે અથવા મિશ્ર સરકાર ચલાવે છે. જો કે વિંદ્યા પર્વતમાળા ભાજપને દક્ષિણના પાંચ રાજ્યોમાં પ્રવેશતા અટકાવી રહી છે. કેરળમ તથા તામિલનાડૂમાં પ્રવેશવાના તેના અથાગ પ્રયાસોને મતદારોએ ફાવટ આવવા દીધી નથી. (ભાજપને કેરળમમાં ૩ અને તામિલનાડૂમાં  ૧ બેઠક પ્રાપ્ક થઈ છે). જો કે દેશના બાકીના વિસ્તારોમાં તેનું નિયંત્રણ લગભગ સંપૂર્ણ છે. 

૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં માત્ર ૨૪૦ બેઠકો જીતવા છતાં, ભાજપ નીચે જણાવેલા પેચીદા ખરડાઓ પસાર કરાવી શકી છે. 

ધ વક્ફ (સુધારા) ખરડો, ૨૦૨૫ત 

જમ્મુ અને કાશમીર સ્થાનિક સંસ્થા (સુધારા) ધારો, ૨૦૨૫ત

ટેકસેસન લોઝ (સુધારા) ધારો, ૨૦૨૫ત અને

નેશનલ સ્પોર્ટસ ગવર્નન્સ એકટ, ૨૦૨૫. 

લોકશાહી વિરોધી એવા વન નેશન, વન ઈલેકશન જેવા અન્ય વિવાદાસ્પદ ખરડાઓ તૈયારીમાં છે. પૂરતું સંખ્યાબળ નહીં હોવાછતાં, સપ્ટેમ્બર, ૨૦૨૩માં મહિલા અનામત માટે મંજુર થયેલા ખરડાને રદ કરી તેને ફરી અમલમાં મૂકવા ભાજપે વિવાદાસ્પદ બંધારણિય (૧૩૧માં સુધારા) ખરડો રજૂ કર્યો હતો. નવા ખરડાનો મૂળ હેતુ ડીલિમિટેશનને આગળ ધપાવવાનો અને  દરેક રાજ્યમાં લોકસભાની બેઠકો વધારવાનો હતો. આ ખરડાને આઈ. એન. ડી. આઈ. એ. જુથ દ્વારા નિષ્ફળ બનાવાયો હતો. ભાજપ પોતાની જીતનો સીલસીલો જાળવી રાખશે તો,  સંસદીય પ્રણાલીની જાળમાં એક સરમુખત્યાર રાજ્ય બનાવવાનો માર્ગ મોકળો કરવા બંધારણમાં સુધારો કરવાનો સરકાર પ્રયાસ કરશે. ભાજપનું હવે પછીનું લક્ષ્ય એકાત્મક બંધારણ (સંઘવાદને દફનાવીને), હિન્દુત્વની વિચારધારા (બિનસાંપ્રદાયિકતાને ખતમ કરીને), આર્થિક મોડેલ તરીકે મૂડીવાદ (કલ્યાણકારી રાજ્યને દૂર કરીને) અને તબક્કાવાર એક પક્ષનું રાજ્ય (લોકશાહીને દફનાવીને) ઊભું કરવાનું છે. 

એક થાઓ અને હંફાવો

વિપક્ષોએ મક્કમપણે ભાજપના પ્રયાસોને અટકાવવા જોઈએ. ભાજપ એક  રૂઢીચુસ્ત ધુ્રવ બનશે. લોકતાંત્રિક, સંઘવાદ  તથા બિનસાંપ્રદાયિક દેશ તરીકે ભારતને જાળવી રાખવા અન્ય રાજકીય વિચારધારા તથા વિકલ્પોની જાળવણી થવી જરૂરી છે.  ૨૦૨૪માં આઈ. એન. ડી. આઈ. એ. જુથને આંશિક સફળતા મળી હતી, પરંતુ  આ સફળતાને આગળ વધારવામાં જુથ નિષ્ફળ રહ્યું છે. આ જુથ સંઘર્ષ કરી રહ્યું હોવાનું અને ઠોકર ખાઈ રહ્યું હોવાનું જણાય છે, પરંતુ ભાજપને પડકાર આપવામાં તે જ એક માત્ર સાધન છે.

ચૂંટણી બાદ, મમતા બેનરજીએ આઈ. એન. ડી. આઈ. એ. જુથને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે. એમ. કે. સ્ટાલિને સદર જુથની વિરુદ્ધમાં કોઈ શબ્દોચ્ચાર કર્યા નથી.  ભૂતકાળના નિવેદન (ભાજપ મારો વૈચારિક દૂશમન છે) તેના પરથી વિજય (ટીવીકે)ને સદર જુથમાં સમાવી લેવાનું શકય છે. આઈ. એન. ડી. આઈ. એ. જુથના ઘટક પક્ષોમાં મૂળભૂત મતભેદો છે તે હકીકત છે, પરંતુ આ મતભેદોને રાજ્ય સ્તર સુધી મર્યાદિત રાખવા રહ્યા અને રાષ્ટ્રીય સ્તર પર એકતા ઊભી કરવી રહી. આની માટે  આવશ્યકતા છે તાકીદની ભાવના, સંવાદ અને દ્રઢતાની.