- વિશ્વમાં સુપ્રીમ કોર્ટ સૌથી શક્તિશાળી અદાલત હોવાનું કહેવાય છે
- બિહારમાં પણ બંગાળ જેવી એસઆઈઆર કામગીરીથી ચિત્ર ઘણું અલગ હોત
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
એક વકીલ તરીકે હું સમજું છું કે, અદાલત માટે જો બે માનદ જજો બોલે છે તો તે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા જે બોલે છે. સુપ્રીમ કોર્ટ એક બંધારણિય કોર્ટ છે, તે અપીલ માટેની અંતિમ અદાલત છે, કેટલીક બાબતોમાં તેની પાસે મૂળ અધિકારક્ષેત્ર છે, દરેક અદાલતો પર તેની દેખરેખ રહે છે, પોતાના જ ચુકાદાની તે સમીક્ષા કરી શકે છે અને બદલી શકે છે, તે આપમેળે કેસને ધ્યાનમાં લઈ શકે છે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) અથવા કમિશન રચવાની તેને સત્તા છે, કોઈ બાબતની તપાસ કરવા તે પોલીસને આદેશ આપી શકે છે, એક વડી અદાલતમાંથી અન્ય વડી અદાલતમાં કેસ ટ્રાન્સફર કરવાની તેને સત્તા છે, તે છૂટાછેડાનો ચુકાદો આપી શકે છેે, અદાલતના અનાદર બદલ કોઈ વ્યક્તિને સજા આપવાની તે સત્તા ધરાવે છે, ભારતના બંધારણ બાબત તેનું અર્થઘટન અંતિમ ગણવામાં આવે છે અને સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ ઓર્ડર જારી કરવા તેની પાસે સત્તા છે. વિશ્વમાં સુપ્રીમ કોર્ટ સૌથી શક્તિશાળી અદાલત હોવાનું કહેવાય છે.
સાર્વત્રિક પુખ્ત મતાધિકાર
તેની વિશાળ સત્તાઓમાં એક અલગ તરી આવે છે. મદ્રાસ રાજ્ય વિરુદ્ધ વી. જી. રો કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાને બંધારણના રખેવાળ તરીકે ગણાવી હતી. ચૂંટણીઓ બાબત બંધારણ શું કહે છે?
* કલમ ૩૨૪ ભારતના ચૂંટણી પંચને સંસદ તથા દરેક રાજ્ય વિધાનમંડળોની ચૂંટણીઓ યોજવા અને તે માટે મતદાર યાદીઓની તૈયારીનું નિરીક્ષણ, નિર્દેશ તથા નિયંત્રણની સત્તા આપે છે.
* કલમ ૩૨૬ હેઠળ ઠરાવાયું છે કે લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના ધોરણે થવી જોઈએ. (મત આપવાનો અધિકાર એ બંધારણિય હક છે- સુપ્રીમ કોર્ટ)
આ બન્ને કલમો વચ્ચે કોઈ સંઘર્ષ નથી. ભારતમાં દરેક પુખ્તને સમાવી લઈ મતદાર યાદી તૈયાર કરવાની ચૂંટણી પંચની બંધારણિય જવાબદારી છે. સ્વાભાવિક છે કે બંધારણ, નાગરિકત્વ ધારા ૧૯૫૫ અને લોક પ્રતિનિધિ ધારા ૧૯૫૦ દ્વારા લાગુ કરાયેલ બીજી પણ કેટલીક લાયકાતો છે જેમ કે, નાગરિકત્વ અને રહેઠાણ. કોઈ વ્યક્તિ ધારા હેઠળ લાયકાત પૂરી પાડે છે કે કેમ તે નિશ્ચિત કરવા દરેક કાયદાઓમાં સત્તા અને પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
સાર્વત્રિક પુખ્ત મતાધિકારનું મૂળ ધોરણ સમાવી લેવા અંગેનું છે. મતદાર યાદીમાંથી બાકાતી અપવાદાત્મક છે અને તે માટે નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે અને લેખિતમાં નિર્ણય ન્યાયી સમીક્ષાને પાત્ર હોય છે.
રસપ્રદ નિરીક્ષણો
ડેમોક્રેટિક રિફોર્મ્સ વિરુદ્ધ ચૂંટણી પંચના કેસમાં ૨૭મી મે, ૨૦૨૬ના ચૂકાદો આપતી વખતે (બિહારમાં એસઆઈઆર કવાયતના સંદર્ભમાં) સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે:
* ચૂંટણી પંચે ૨૦૦૩ની મતદાર યાદીને ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો હતો જે માટે પાત્રતાના શકય પુરાવા, સિવાય કે તેને નકારી કઢાયા હોય , માટે ૦૧-૦૧-૨૦૦૩ને લાયક તારીખ ગણવાનો નિર્ણય કર્યો હતો. કોઈપણ વ્યક્તિ જે ૨૦૦૩ની મતદારયાદીમાં સમાવિષ્ટ ન હોય તેણે પોતે મતદાર તરીકે પાત્ર છે તેવું સ્થાપિત કરતા નિશ્ચિત એક અથવા વધુ દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.
* ચકાસણી કર્યા પછી, કોઈપણ વ્યક્તિની પાત્રતા સામે શંકા જણાય તો, સૂચિત બાકાતી શા માટે કરવામાં આવી હતી જે જણાવતી કારણ દર્શક નોટિસ જારી કરવાનું સંબંધિત ઈઆરઓ/એઈઆરઓ માટે ફરજિયાત બનાવાયું હતું. કોઈપણ વ્યક્તિને સદર કારણ સામે વાંધો હોય તો તે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અપીલમાં જઈ શકે છે. બીજી અપીલ સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરી શકાય છે.
* મતદાર યાદી તૈયાર કરવા અથવા તેમાં સુધારા કરવાની કામગીરી દરમિયાન, નાગરિકત્વ અંગેનો પ્રશ્નો પૂછવાની ચૂંટણી પંચ સત્તા ધરાવે છે (એક મર્યાદિત પૂછપરછ- સુપ્રીમ કોર્ટ) જો કે આ કવાયતના સંપૂર્ણ ભાગની ન્યાયી સમીક્ષા જરૂરી છે.
બિહારમાં એસઆઈઆર કવાયતના પરિણામે બાકાત થયેલા ૪૭,૦૦,૦૦૦ નામો ૨૦૦૩ની યાદીમાંથી હતા તેની ચુકાદામાં નોંધ લેવાઈ હતી. બિહારમાં દર ૧૦૦ પુખ્તોમાંથી છ જણાના નામ મતદાર યાદીમાંથી કાઢી નંખાયા છે.
વિસંગતતાનો પુરાવો
બિહાર એસઆઈઆર કેસમાં ચુકાદો આવે તે પહેલા જ, પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર કવાયત શરૂ કરીને પૂરી કરી દેવાઈ હતી. લાખો નામો કાઢી નંખાયા હતા. એડ હોક જ્યુડિશિઅલ ઓફિસર્સ દ્વારા ન્યાયી સમીક્ષાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે અને પશ્ચિમ બંગાળની એસઆઈઆર કવાયતમાંથી પ્રાપ્ત સત્તાવાર આંકડા સાથેના કોષ્ટકમાં રજૂકર્યો છે.
પશ્ચિમ બંગાળ જ એક માત્ર રાજ્ય હતું જ્યાં રદબાતલ થયેલાઓની સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણેની ન્યાયી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.બિહારમાં નહી. ન્યાયીક સમીક્ષાના પરિણામો અને ચુકાદાને જોડો. પશ્ચિમ બંગાળમાં સફળતાના દરને (૬૧.૪૩ ટકા) બિહારમાં રદ થયેલા ૪૭,૦૦,૦૦૦ રદ બાતલ પર લાગુ કરવામાં આવે તો અહીં અંદાજે ૨૮,૮૭,૨૧૦ એવી વ્યક્તિઓ છે જેમને બિહારની મતદાર યાદીમાં ફરી સમાવી લેવી પડે અને જેઓ મતદાન કરી શકયા નથી.
આ નિષ્કર્ષ ચૂંટણી પંચના પોકળ દાવા તથા એસઆઈઆર કવાયતની અચોેક્કસતા, અવિશ્વસ્નિયતા તથા વિશ્વસ્નિયતાના અભાવને ખુલ્લો પાડે છે. ચૂંટણી પંચના આશીર્વાદ બાદ શું લોકશાહી ટકી શકશે ?
|
પ્રથમ
તબક્કો- મૃત્યુ, ડૂપ્લિકેટ એન્ટ્રીસ, સ્થળાંતર, ગેરહાજર વગેરેને કારણે દૂર કરાયેલાની સંખ્યા |
૬૩.૬૬
લાખ |
|
તર્કબદ્ધ
વિસંગતતાઓને કારણે ટૂંકી સમીક્ષા બાદ રદ કરાયેલાઓની સંખ્યા |
૨૭.૧૬
લાખ |
|
કુલ
રદબાતલ |
૯૦.૮૨ લાખ |
|
એડ
હોક જ્યુડિશિઅલ ઓફિસર્સ સમક્ષ રજુ કરાયેલી અપીલ |
૨૫
લાખ (આશરે) |
|
અપીલની
સુનાવણી અને નિકાલ (૧૪મી મે, ૨૦૨૬ સુધી) |
૬૫૮૧ |
|
એપીલ
સ્વીકારાઈ અને યાદીમાં નામ ફરી ઉમેરાયા |
૪૦૪૩ |
|
સફળતાની
ટકાવારી |
૬૧.૪૩ ટકા |


