Get The App

સંસદીય વિરોધાભાસઃ જ્યારે 'નાટક નહીં'ની અપીલ સાથે લોકશાહી પર ચર્ચા શરૂ થાય છે

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
સંસદીય વિરોધાભાસઃ જ્યારે 'નાટક નહીં'ની અપીલ સાથે લોકશાહી પર ચર્ચા શરૂ થાય છે 1 - image

- સંસદીય દ્વાર બંધ થતા, ચર્ચા માટેનો સંઘર્ષ લોકશાહીની લડાઈ બની જાય છે

- ટૂંકા ગાળાની ચર્ચા નિયમ ૧૯૩ (લોકસભા) અને નિયમ ૧૭૬ (રાજ્યસભા) દ્વારા નિયંત્રિત થાય છે 

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

આ વક્રોક્તિ કોઈનાથી છુપી નહોતી રહી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ૧લી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સત્ર પહેલાના તેમના રિવાજ મુજબના ભાષણમાં સંસદ સભ્યોને, ખાસ કરીને એક અથવા બે પક્ષના સભ્યોને યાદ રાખવા અપીલ કરે કે સંસદ કામ કરવાનું સ્થળ છે, ડ્રામા કરવાનું નહિ.

ઉશ્કેરણીજનક નિવેદનો

શિયાળુ સત્રની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. મોદીના શબ્દો ટાંકવા યોગ્ય છેઃ 'દુર્ભાગ્યવશ, એક કે બે પક્ષો એવા છે જે પોતાની હાર પચાવી પણ શકતા નથી. મેં વિચાર્યું હતું કે બિહારના પરિણામો પછી પૂરતો સમય વીતી ગયો છે અને તેઓ સ્વસ્થ થઈ ગયા હશે. પરંતુ, ગઈકાલે તેમના નિવેદનો સાંભળીને એવું લાગે છે કે તેમની હાર હજુ પણ તેમને પરેશાન કરી રહી છે....

દેશમાં સૂત્રોચ્ચાર કરવા માટે પુષ્કળ જગ્યા છે. તમે જ્યાં હાર્યા હતા ત્યાં બૂમો પાડી ચૂક્યા છો. તમે ફરી જ્યાં હારશો ત્યાં પણ બૂમો પાડી શકો છો. પરંતુ અહીં, આપણે સૂત્રોચ્ચાર પર નહીં, નીતિ પર ભાર મૂકવો જોઈએ.'

તેમણે વિશિષ્ટ રાજ્યોના પક્ષો પર પણ કટાક્ષ કર્યો. 'કેટલાક રાજ્યોમાં એટલી સત્તા વિરોધી લહેર હોય છે કે ત્યાં સત્તામાં રહેલા નેતાઓ લોકોની વચ્ચે જઈ શકતા નથી... પછી તેઓ સંસદમાં આવે છે અને તેમનો બધો રોષ અહીં ઠાલવે છે.

આ ક્લાસિક બેવડું ભાષણ હતું. દરેક સત્રની શરૂઆતમાં, સરકાર વિશ્વ સમક્ષ જાહેર કરશે કે તેની પાસે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવાનું કોઈ કારણ નથી, અને સંસદમાં કોઈપણ વિષય પર ચર્ચા થઈ શકે છે, પરંતુ એક મુશ્કેલી છેઃ સમસ્યા એ છે કે વિષય નિયમોને આધીન છે. નિયમો કાર્યપદ્ધતિના નિયમોના પુસ્તકમાં છે, પરંતુ નિયમોનું અર્થઘટન અને અમલીકરણ ઘણીવાર સરકારના ફ્લોર નેતાઓ સાથે પરામર્શ કરીને પ્રમુખ અધિકારી (સ્પીકર અથવા ચેરમેન)ના હાથમાં હોય છે. જ્યારે વિપક્ષ પોતાનો એજન્ડા બિઝનેસ એડ્વાઈઝરી કમિટીમાં મૂકે છે, ત્યારે હમેંશા, સરકાર દ્વારા દરેક વિષયનો વિરોધ કરવામાં આવે છે. આનાથી સમગ્ર બાબત કડવાશ અને વડા પ્રધાને જેને નાટક ગણાવ્યું તેના તરફ દોરી જાય છે.

કોનો એજન્ડા?

બિલ અને બજેટ સરકારના એજન્ડા છે. પ્રશ્નકાળમાં ચર્ચાની મંજૂરી નથી. વિપક્ષના કહેવા પર, મુક્ત ચર્ચા ફક્ત મુલતવી પ્રસ્તાવ અથવા થોડા અંશે, ટૂંકા ગાળાની ચર્ચા અથવા ધ્યાન ખેંચવાની સૂચના દ્વારા જ થઈ શકે છે. આ સમય-સન્માનિત સંસદીય સાધનો છે અને તેના માટે ચોક્કસનિયમો છે.

કોઈ અકળ કારણસર, મુલતવી પ્રસ્તાવને સરકારની નિંદા તરીકે ગણવામાં આવે છે. જો કે, નિયમ સ્પષ્ટ છેઃ લોકસભામાં, નિયમ ૫૭માં લખ્યું છેઃ મુલતવી પ્રસ્તાવની સૂચના... ભારત સરકારની જવાબદારી સાથે સંકળાયેલી તાજેતરની ઘટનાના ચોક્કસ મુદ્દા પર આપવામાં આવશે. રાજ્યસભામાં, નિયમ ૨૬૭ ગૃહના કાર્યને સ્થગિત કરવાની મંજૂરી આપે છે જેથી ગર્ભિત રીતે તાત્કાલિક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકાય.

ટૂંકા ગાળાની ચર્ચા નિયમ ૧૯૩ (લોકસભા) અને નિયમ ૧૭૬ (રાજ્યસભા) દ્વારા નિયંત્રિત થાય છે જેથી તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકાય.

ધ્યાન ખેંચવાની સૂચના સૌથી નિરુપદ્રવી છે. નિયમ ૧૯૭ (લોકસભા) અને નિયમ ૧૮૦ (રાજ્યસભા) સભ્યને તાત્કાલિક મહત્વના મુદ્દા પર મંત્રીનું ધ્યાન દોરવાની મંજૂરી આપે છે અને મંત્રી નિવેદન આપવા માટે બંધાયેલા છે.

સાથે આપેલ ડેટા નિર્ણાયક રીતે સાબિત કરે છે કે કેવી રીતે દરેક દરવાજા અને બારી ધીમે ધીમે વિરોધ પક્ષ માટે બંધ થઈ ગયા છે. તાજેતરના વર્ષોમાં પરિસ્થિતિ ખરેખર વધુ ખરાબ થઈ છે કારણ કે મોદી સરકાર વધુને વધુ અડગ બની ગઈ છે.

બારી, બારણા બંધ

આંકડાઓ જાતે જ બધુ જાહેર કરી દે છે. પોતાના પહેલા કાર્યકાળમાં મોદી સરકારે સ્થગતિ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો કારણ કે તેને ડર હતો કે આવી દરખાસ્ત સાથે કલંક લગાવવામાં આવશે. તે ટૂંકા ગાળાની ચર્ચાઓ અથવા ધ્યાન ખેંચવાની સૂચનાઓ માગવા માટે સહિષ્ણુ હતી, પરંતુ બીજા કાર્યકાળમાં, અસિષ્ણુતા સ્પષ્ટ હતીઃ દરવાજા બંધ હતા પણ બારીઓ ખુલ્લી હતી. મોદીના નેતૃત્વ હેઠળના ભાજપ માટે સામાન્ય કરતા ઓછી બહુમતી સાથે ત્રીજા કાર્યકાળ માટે સત્તામાં પાછા ફરતા, સરકારે બારીઓ પણ બંધ કરી દીધી. શું આપણે એવું માની લઈએ કે તાત્કાલિક જાહેર મહત્વનો કોઈ મુદ્દો ચર્ચાને લાયક નહોતો?

કમનસીબે, લોકસભા કરતા રાજ્યસભામાં ચર્ચાઓ વધુ વખત બંધ રહી. ઘણા સભ્યોએ એના માટે તત્કાલીન પ્રમુખ અધિકારીને જવાબદાર ગણાવ્યા. સપ્ટેમ્બરમાં રાજ્યસભામાં નવા અધ્યક્ષે કાર્યભાર સંભાળ્યો. મને લાગે છે કે અધ્યક્ષ શીખવાની પ્રક્રિયામાં છે, ઉપરાંત ૨૦૨૫નું શિયાળુ સત્ર કોઈપણ મંતવ્ય રચવા માટે ખૂબ ટૂંકું છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, સરકાર માનતી નથી કે જીવંત અને ચર્ચાથી ભૂરપૂર સંસદ લોકશાહીને મજબૂત બનાવશે. મોદીના નેતૃત્વ હેઠળની સરકાર સંવાદ, ચર્ચા અને વિચારણાનો સ્પષ્ટપણે વિરોધ કરે છે. મોદીના સત્ર પહેલાના નિવેદનોમાં રહેલો વિરોધાભાસ ચૂકી શકાય નહીં.

વર્ષ

       મુલતવી મોશન  ટૂંકા ગાળાની ચર્ચા    ધ્યાન ખેંચવાની નોટીસ

 

લો.સ

રાસ

લો.સ

રાસ

લો.સ

રાસ

૨૦૧૪     

..

..

૨૦૧૫  

..

૨૦૧૬ 

..

..

૧૦

૨૦૧૭

..

..

૨૦૧૮

..

..

..

૨૦૧૯

..

..

..

૨૦૨૦

..

..

..

..

૨૦૨૧

..

..

..

૨૦૨૨

..

..

..

..

૨૦૨૩

..

..

..

..

..

૨૦૨૪

..

..

..

૨૦૨૫

..

..

..

..

..

(નવે. સુધી)

 

 

 

 

 

 

સ્રોત : પ્રિઝમ