Get The App

વર્તમાન મહિનામાંરાજ્યોની ચૂંટણી એટલે જમણેરી તથા ડાબેરી વિચારધારાની લડત

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
વર્તમાન મહિનામાંરાજ્યોની ચૂંટણી એટલે જમણેરી તથા ડાબેરી વિચારધારાની લડત 1 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્પવર્તમાન મહિનામાંરાજ્યોની ચૂંટણી એટલે જમણેરી તથા ડાબેરી વિચારધારાની લડત 2 - image

- પશ્ચિમ બંગાળની લડાઈ રાજકીય કરતા ભૌતિક વધુ બની ગઈ છે

- ત્રણ રાજ્યો હિન્દીભાષીના પરિઘની બહાર છે. દરેક પક્ષની કામગીરી જે તે પક્ષનું ભાવિ નિશ્ચિત કરનારી બની રહેશે 

મને ખબર નથી કે કયા ગ્રહોનો સંગમ થશે અને કયા ગ્રહોની અધોગતિ થશે પરંતુ ભારતમાં રાજકીય ચિત્ર જોઈને હું કહી શકુ  એમ છું કે આપણે હાલમાં રસપ્રદ સમયમાં જીવી રહ્યા છીએ.

વિરોધાભાસી મૂળભૂત બાબતો

આસામ, કેરળ, કેન્દ્રશાસિત પુડુચેરી, તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ૯, ૨૩ તથા ૩૦ એપ્રિલના યોજાઈ રહી છે. કેરળ, તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળમાં તાજેતરના વર્ષોમાં ભાજપ પહેલી જ વખત મજબૂત રીતે સ્થાપિત એવા પક્ષોને પડકાર આપી રહ્યો છે. વિચારધારાના દ્રષ્ટિકોણથી  કેરળમાં યુડીએફ તથા એલડીએફ બન્ને મધ્યમમાર્ગી ડાબેરીવાદી  છે. તામિલનાડૂમાં ડીએમકેની આગેવાની હેઠળનો મોરચો (જેમાં કોંગ્રેસ પણ સામેલ છે) અને પશ્ચિમ બંગાળમાં એઆઈટીસી (ટીએમસી) સ્પષ્ટરીતે ડાબેરી પક્ષો છે. આ બધા બંધારણ, સંઘવાદ, સંસદ-વિધાનમંડળની પ્રાધાન્યતા, ધર્મનિરપેક્ષતા, સામાજિક ન્યાય, સમાન વિકાસ, કલ્યાણકારી પગલાં, અખબારી સ્વતંત્રતા તથા ઉદાર અર્થતંત્ર માટે બંધાયેલ છે. એલડીએફ, ડીએમકે તથા ટીએમસી સંબંધિત રાજ્યોમાં શાસન કરે છે. 

હરિફ ભાજપે વિચારધારાના દ્રષ્ટિકોણમાં પોતાને જમણેરી બાજુ સ્થિત કર્યો છે. જમણેરીની બાબતમાં હું આરએસએસ બાબતે વધુ વિચારી શકું છું પરંતુ પોતે રાજકીય પક્ષ નહીં હોવાનો આરએસએસ દાવો કરે છે. જો કે તેના અનેક મોટા નેતાઓ ભાજપ સંગઠનમાં ઉચ્ચ હોદ્દાઓ પર હતા અને છે. ભાજપની સરકારોમાંના અનેક પ્રધાનો પ્રચારક હતા અને સ્વયંસેવક તરીકે જળવાઈ રહ્યા હતા. સામાન્ય નાગરિકો આરએસએસને માતાપિતા ગણે છે અને ભાજપને તેમનું બાળક. ભાજપની નીતિઓ અને કાયદાઓ હિન્દુત્વવાદી વિચારધારા, વેદિક શાસ્ત્રો અને પદ્ધતિઓ, આર્યન સંસ્કૃતિ, કેન્દ્રવાદ, એક સામાન્ય ભાષા (હિન્દી), શાકાહારવાદ, એક રાષ્ટ્ર  એક સરકાર તથા કોરિઅન ચેબોલ જેવા મૈત્રીપૂર્ણ વેપારગૃહોના વિચારો પર આધારિત છે. મોદીની આગેવાની હેઠળ ભાજપે ૨૦૧૪ સુધી જે ચાલતી હતી તે સર્વસંમતિને  ઈરાદાપૂર્વક તોડી નાખી છે. 

ત્રણ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ ડાબેરી તથા જમણેરી જેવી રાજકીય રચનાઓ વચ્ચે લડાશે. 

કેરળ 

કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ અને સીપીઆઈ (એમ)ની આગેવાની હેઠળના એલડીએફે છેલ્લા પચાસ વર્ષ દરમિયાન આધિપત્ય જાળવી રાખ્યું છે. નાના પક્ષો એક અથવા અન્ય જુથમાં ભળી ગયા છે. કેરળના મતદાતાઓ યુડીએફ અને એલડીએફને વારાફરતી પસંદ કરતા હતા, પરંતુ ૨૦૨૧માં તેમણે આ પરંપરા તોડીને એલડીએફને ફરી ચૂંટી કાઢયો હતો. ૨૦૧૬માં એલડીએફનો વિજય થયો હતો. બન્ને મોરચા મજબૂત છે અને તેમણે પોતાના ચૂંટણી વ્યૂહોને મજબૂત બનાવ્યા છે. સામાન્ય મત એવો પ્રવર્તી રહ્યો છે કે એલડીએફ જેણે પિનારાઈ વિજયનની આગેવાની હેઠળ બે મુદતથી શાસન કર્યું છે તેમાં બદલાવનો સમય આવી ગયો છે. ૨૦૧૮માં પૂરની સ્થિતિ તથા ૨૦૨૪ની વાયનાડ (જમીન ધસી જવા)ની ઘટનામાં એલડીએફ સરકારની નબળી કામગીરીથી એલડીએફને નુકસાન થયું છે. કોંગ્રેસ પાસે અને શક્તિશાળ તથા યુવા નેતાઓ છે અને યુડીએફ આસાનીથી વિજય મેળવી લેશે તેવો વિશ્વાસ ધરાવે છે. 

કેરળના લોકોના ડીએનએને ભાજપ સમજી શકયું નહીં હોવાનું જણાય છે.  ભાજપ કેટલી બેઠકો જીતી શકશે તેની અટકળો થઈ રહી છે, તે એક અંકમાં જ સીમિત રહેશે તેવો મત પ્રવર્તી રહ્યો છે.

તામિલનાડૂ

૨૦૨૧ તથા ૨૦૨૪નો ડીએમકેની આગેવાની હેઠળનો મોરચો અકબંધ છે અને ડીએમકેના ચિહ્ન પર લડવા એમ. કે. સ્ટાલિન નાના પક્ષો પર નિર્ભર છે. આ  વ્યૂહરચના મતોના વિભાજનને અટકાવશે. ૨૦૨૧ (વિધાનસભા) અને ૨૦૨૪ (લોકસભા)ની ચૂંટણીથી એઆઈએડીએમકેની આગેવાની હેઠળના મોરચાના મતો ઘટી રહ્યા છે, પરંતુ એઆઈએડીએમકેમાંથી  છૂટા પડીને રચાયેલા  એએમએમકેનો  તેમને ટેકો મળી રહ્યો છે. એક મહિના અગાઉ એએમએમકેએ શપથ લીધા હતા કે તે ઈ. પલાનીસ્વામીને  એઆઈએડીએમકેના નેતા અથવા તો યુતિના મુખ્ય પ્રધાનપદના ચ્હેરા તરીકે કયારેય નહીં સ્વીકારે. 

એઆઈએડીએમકેના ટેબલ પર ભાજપ શું લાવ્યું છે? ચોક્કસ કહીએ તો, કેન્દ્ર સરકારની શક્તિ, સ્રોતો, ઈસીઆઈનો ચૂપચાપ ટેકો તથા ભાજપના રાષ્ટ્રીય નેતાઓની વિભાજનકારી પોકળ ખાતરીઓ. આ પરિબળો ૨૦૨૧ તથા ૨૦૨૪માં કામ કરી શકયા નહોતા અને ૨૦૨૬માં પણ કરી નહી શકે. 

૨૩૪ બેઠકોમાંથી ભાજપ ૨૭ બેઠકો લડી રહ્યું છે અને તે કેટલી બેઠકો પર વિજયી થશે તેની અટકળોમાં ૧૦ની અંદરનો આંકડો આવે છે. 

તામિલગા વેટ્ટરી કઝગમ (ટીવીકે, જેની સ્થાપના જોસેફ વિજયે કરી છે)ની હાજરી અને  નામ તામિઝર કાચી (દરેક રાજકીય પક્ષોના ટીકાકારની આગેવાની હેઠળ ચાલતા) -અને મતોનું વિભાજન કરવાની તેમની ક્ષમતા-ને જોતા દરેક મતદારક્ષેત્રમાં ચૂંટણી રસાકસીભરી હશે, પરંતુ એકંદર પરિણામ એક મોરચાની તરફેણમાં હશે-ચૂંટણી નિરીક્ષકો તથા અભ્યાસુ પત્રકારો ડીએમકેની આગેવાની હેઠળની યુતિ ફરી સત્તા પર આવશે તેવો મત ધરાવી રહ્યા છે. 

પશ્ચિમ બંગાળ

અહી શાસક એઆઈટીસી (ટીએમસી) તથા હરિફ ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા છે. વિતેલા વર્ષોના શાસક પક્ષો કોંગ્રેસ તથા સીપીઆઈ (એમ) ભાજપ સામે બંદૂક તાણશે તેવી શકયતા છે પરંત તેનાથી અંતિમ પરિણામ પર કોઈ અસર જોવા નહીં મળે. મુખ્ય લડાઈ મમતા બેનરજી અને શાહ-મોદી જોડી વચ્ચે રહેશે.

 લડાઈ રાજકીય કરતા ભૌતિક વધુ બની ગઈ છે. તેણે પશ્ચિમ બંગાળના લોકોમાં સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, બંકીમચન્દ્ર ચેટરજી તથા અમર્ત્ય શેન જેવી પ્રતિભાઓ માટે રાજ્યની સંસ્કૃતિ, સાહિત્ય, ભાષા, નૈતિકતા, સાંપ્રદાયિકતા, દેશભક્તિની રક્ષા કરવાની લાગણી ઊભી કરી છે. બંગાળીનું સ્વાભિમાન જળવાઈ રહેશે તો, મમતા બેનરજી સતત ચોથી વખત જીતીને આવશે. 

ત્રણ રાજ્યો હિન્દીભાષીના પરિઘની બહાર છે. દરેક પક્ષની કામગીરી જે તે પક્ષનું ભાવિ નિશ્ચિત કરનારી બની રહેશે. અને ખાસ કરીને ભાજપ માટે જે બે પ્રદેશોના રાજકીય તથા સામાજિક સિદ્ધાંતોથી અજાણ હોવાનું માનવામાં આવે છે.