Get The App

ઈરાન યુદ્ધની અસરમાંથી ભારત બાકાત રહ્યું હોવાનું માની શકાય એમ નથી

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધની અસરમાંથી ભારત બાકાત રહ્યું હોવાનું માની શકાય એમ નથી 1 - image

- દેશના લોકોની આર્થિક સલામતિ માટે સરકારે ચોક્કસ પગલાં ભરવા રહ્યા

- પ્રજાનું જીવન સરળ બનાવવા તથા તેમની આવક વધારવા સરકાર વધુ કરી શકે એમ છે

ઈરાન યુદ્ધની અસરમાંથી ભારત બાકાત રહ્યું હોવાનું માની શકાય એમ નથી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ દૂરનું યુદ્ધ નથી. ભારતના પડોશમાં પશ્ચિમ એશિયા  વિસ્તારમાં તે થઈ રહ્યું છે. લાખો ભારતીયો અહીં રહે છે અને કામ કરે છે. ભારતના લાખો શીઆ મુસ્લિમો ઈરાનના લોકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઈરાન સાથે લાંબા સમયથી ઐતિહાસિક  સંબંંધોનો ભારતનો દાવો રહ્યો છે. વર્ષો વિતવા સાથે ભારતે ઈરાન સાથે વેપાર તથા આર્થિક સંબંધોનો પણ દાવો કર્યો છે.  છાબહાર બંદરનો વિકાસ  તેનું ઉદાહરણ છે.  ભાજપ સરકારના કાળમાં આ દાવાઓ ખોરવાઈ ગયા છે. આ માટેનું એક કારણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલન વડા પ્રધાન નેત્યનાહુ વચ્ચેના નજીકના સંબંધો છે. 

હવે જરૂર નથી

જુના સારા દિવસોમાં કોઈપણ સંઘર્ષમાં ભારતની શાંતિદૂત તરીકેને સૌથી વધુ ભૂમિકા રહેતી હતી. જો કે આ વખતે ૨૮ ફેબુ્રઆરી જ્યારથી યુદ્ધ શરૃ થયું છે ત્યારથી  અમેરિકા તથા ઈઝરાયલે ભારતને અવગણ્યું છે. સમયે સમયે ભારતને માહિતી પૂરી પડાતી હોવાનો દેખાવ ઈરાને જાળવી રાખ્યો છે. ભારત ઈઝરાયલ પ્રત્યે પક્ષપાતી રહ્યું છે. છેલ્લામાં છેલ્લા પ્રકરણની વાત કરીએ તો  બ્રિકસ દેશો દ્વારા ઈઝરાયલની ટીકા કરતા મુસદ્દા ઠરાવમાં ભારતે વિટો વાપર્યો છે. આમ છતાં, અમેરિકા-ઈઝરાયલે સાથે મળી ભારતને બહાર રાખી, મધ્યસ્થ  તરીકે પાકિસ્તાનને આગળ કર્યું છે. 

પશ્ચિમ એશિયાના યુદ્ધે પોતાને અસર કરી નથી તેવો ભારત બચાવ કરી શકે એમ નથી. યુદ્ધને કારણે વિશ્વના મોટાભાગના દેશોના અર્થતંત્રને નુકસાન થયું છે, ખાસ કરીને એવા દેશો જેઓ વિશ્વ વેપારમાં, વૈશ્વિક પૂરવઠા સાંકળમાં તથા મેરિટાઈમ હિતો ધરાવે છે. યુદ્ધ શરૃ થયા પછીના ભારતના કેટલાક આર્થિક આંકડાઓ સાથેના કોષ્ટકમાં રજૂ કર્યા છે

પ્રમુખ ટ્રમ્પના જુઠાણાથી વિશ્વ સારી રીતે વાકેફ છે. ઈરાનના હવાઈ દળ તથા નેવીનો ખાતમો બોલાવી દેવાયો હોવાના અથવા ઈરાન પાસે વધુ લશકરી શસ્ત્ર અને સરંજામ બચ્યા નથી અથવા  ઈરાન ખાતે શાસક બદલાઈ ગયા છે અથવા ઈરાને અમેરિકાની દરખાસ્ત સ્વીકારી લીધી છે એવા તેમના  વિવિધ દાવાનો કોઈએ વિશ્વાસ કર્યો નથી. ટ્રમ્પ યુદ્ધ અટકાવે છે અને ફરી શરૃ કરે છે અને પછી સ્થગિતતાની જાહેરાત કરે છે. દરમિયાન ઈઝરાયલે ઈરાન તથા લેબેનોન  પર હુમલા ચાલુ રાખ્યા છે અને ઈરાને વળતા હુમલા કર્યા છે. ૨૮ ફેબુ્રઆરીએ શરૃ થયેલું યુદ્ધ હજુ સુધી અટકયુ નથી તેની વિશ્વને જાણ છે. 

બધુ સામાન્ય નથી

બધુ સામાન્ય છે તેવો સરકાર દાવો કરે છે. યુદ્ધની કિંમત તથા પરિણામો આરબીઆઈ સારી રીતે જાણતી હોય તેવું લાગે છે. પોતાના એપ્રિલ બુલેટિનમા વૈશ્વિક પૂરવઠા સાંકળના દબાણ, રિટેલ ફુગાવો ઊંચે જવા, બોન્ડ યીલ્ડસ, આયાતમાં ઘટાડો તથા એફઆઈઆઈના ફલોમાં વોલેટાઈલ બાબતે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી હતી અને ચેતવણી ઉચ્ચારી છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે અને પૂરવઠા સાંકળનો વેળાસર ઉકેલ નહીં લવાય તો, ઘરેલુ અર્થતંત્ર સામે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકશે. પેટ્રોલ તથા ડીઝલના ભાવ જાળવી રાખવા (કદાચ ચૂંટણીઓને કારણે) સિવાય સરકારે ભાગ્યે જ કોઈ પગલાં લીધા છે. એવું લાગે છે કે સરકાર બની રહેલા ઘટનાક્રમોને મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે અને આ ઘટનાક્રમોથી ભારતને અસર ન થાય તેવી પ્રાર્થના કરી રહી છે.

ભારતની પ્રજા સ્થિતિસ્થાપક અને અડગ છે. તેઓ જાણે છે કે તેઓ સરકાર પાસે ખાસ અપેક્ષા રાખી શકે એમ નથી. તેમને તેમના રોજગાર તથા આવકનું રક્ષણ કરવાની ચિંતા છે. એલપીજીની ઊંચી કિમત તથા પૂરવઠા ખેંચ વચ્ચે રહેઠાણો તથા હોટેલોમાં ઈંધણ માટે લાકડાનો ઉપયોગ કરવા લાગ્યા છે. સરેરાશ પરિવારોએ ખર્ચ પર કાપ મૂકવો પડયો છે અને બચત ઘટી ગઈ છે. સપાટી પર ભલે કઈં દેખાતું ન હોય પરંતુ દેશમાં ફરતા જણાય છે કે લોકો ચિંતીત તો છે જ. વડા પ્રધાન ચાર વિધાનસભાની ચૂંટણીઓમાં અને ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં  પસાર કરાયેલા મહિલા અનામત ખરડાને ફરીથી ઘડવામાં  સંપૂર્ણ રીતે વ્યસ્ત હતા. પાંચમી મે પછી જ  તેઓ કામે લાગશે તેમ જણાય છે. 

સરકાર વધુ કરી શકે એમ છે

દેશની પ્રજાનું જીવન સરળ બનાવવ ા તથા તેમની આવક વધારવા સરકાર વધુ કરી શકે એમ છેઃ

* મનરેગા હેઠળ વેતનનું એરિઅર્સ ચૂકવી શકે છે અને નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ રદ કરાયા બાદ અને કથિત રીતે ફરીથી અમલમાં મુકાયો ત્યારથી અટકેલા કામના કાર્યક્રમોને ફરી શરૃ કરી શકે છે. 

* ગ્રામ્ય માર્ગ બાંધકામ કાર્યક્રમમાં ઝડપ લાવી શકે છે અને ૨૦૨૬-૨૭માં ફાળવાયેલા રૃપિયા ૧૯૦૦૦ કરોડ ૬-૮ મહિનામાં ખર્ચી શકે છે અને વધુ નાણાં ફાળવી શકે છે.

* ૨૦૨૫-૨૬માં પીવાના પાણીના મિશન (જલ જીવન) માટે બજેટ અંદાજ રૃપિયા ૬૭૦૦૦ કરોડ હતો પરંતુ સુધારિત અંદાજ માત્ર રૃપિયા ૧૭૦૦૦ કરોડ રહ્યો હતો. ૨૦૨૬-૨૭ માટે બજેટમાં કરાયેલી રૃપિયા ૬૭૬૭૦ કરોડની જોગવાઈને અગ્ર ક્રમે હાથ ધરી રાજ્ય સરકારો માટે ઝડપથી ભંડોળ છૂટુ કરવું રહ્યું. 

* કોવિડમાં અપાયેલા વચન અને જેનો ભંગ કરાયો હતો તેનાથી અલગ સરકારે એમએસએમઈને ધિરાણમાં થયેલા નુકસાનને ગ્રહણ કરવા ઝડપથી નાણાં નિશ્ચિત કરવા રહ્યા અને લોન્સ ઝડપથી છૂટી કરવા બેન્કોને સૂચના આપવી રહી અને હાલમાં ડામાડોળ સ્થિતિમાં રહેલા એમએસએમઈને બેઠુ કરવું રહ્યું.

જાહેર સેવા, રોજગાર નિર્માણ તથા લોકોની આવક વધારવા માટેની જોગવાઈના અમલ હાલના યુદ્ધની કિંમતો તથા પરિણામો સામે મૂક પ્રેક્ષક બનીને બેઠા રહેવા કરતા અસરકારક પગલાં સાબિત થશે.